Templesinindiainfo

Best Spiritual Website

Ashtavakra Gita Gujarati Translation Lyrics in Gujarati

Ashtavakra Gita Gujarati Translation in Gujarati:

અષ્ટાવક્રગીતાનો ગુજરાતી અનુવાદ

ચ્hapter[શ્રીમત્ અષ્ટાવક્રગીતા]ભાષાંતરકર્તા – શ્રીરજનીકાંત મોદી

અથ શ્રીમદષ્ટાવક્રગીતા પ્રારભ્યતે ॥
શ્રીમત્ અષ્ટાવક્રગીતાનો ગુજરાતી અનુવાદ પ્રારંભ

પ્રકરણ ૧ – ગુરૂપદેશપ્રકરણ

જનક ઉવાચ ॥
કથં જ્ઞાનમવાપ્નોતિ કથં મુક્તિર્ભવિષ્યતિ ।
વૈરાગ્યં ચ કથં પ્રાપ્તં એતદ્ બ્રૂહિ મમ પ્રભો ॥ ૧-૧ ॥

જનક (અષ્ટાવક મુનિને) કહે છે. ભગવન્! (મનુષ્ય)
આત્મજ્ઞાનને કેવી રીતે મેળવે છે, (તેની) મુક્તિ કેવી રીતે થાય
છે અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે, તે મને કહો. ૧

અષ્ટાવક્ર ઉવાચ ॥
મુક્તિં ઇચ્છસિ ચેત્તાત વિષયાન્ વિષવત્ત્યજ ।
ક્ષમાર્જવદયાતોષસત્યં પીયૂષવદ્ ભજ ॥ ૧-૨ ॥

અષ્ટાવક મુનિ કહે છે: પ્રિય (રાજન્)! જો (તું)
મુક્તિને ઇચ્છતો હોય તો (ઇન્દ્રિયોના) વિષયોને વિષની જેમ
છોડી દે (અને) ક્ષમા, સરળતા, દયા, સંતોષ અને સત્યનું
અમૃતની જેમ સેવન કર. ૨

ન પૃથ્વી ન જલં નાગ્નિર્ન વાયુર્દ્યૌર્ન વા ભવાન્ ।
એષાં સાક્ષિણમાત્માનં ચિદ્રૂપં વિદ્ધિ મુક્તયે ॥ ૧-૩ ॥

તુ પૃથ્વી નથી, જળ નથી, અગ્નિ નથી, વાયુ નથી
તેમ જ આકાશ પણ નથી. મુક્તિને માટે આ બધાના સાક્ષી-
રૂપે રહેલા ચિદ્રૂપ આત્માને જાણ (અથવા, બધાના સાક્ષીરૂપે
રહેલા ચિદ્રૂપને પોતાના આત્મા તરીકે જાણ.) ૩

યદિ દેહં પૃથક્ કૃત્ય ચિતિ વિશ્રામ્ય તિષ્ઠસિ ।
અધુનૈવ સુખી શાન્તો બન્ધમુક્તો ભવિષ્યસિ ॥ ૧-૪ ॥

જો (તું) દેહને આત્માથી છૂટો પાડીને ચિદ્રૂપમાં
થઈને રહેશે (તો) હમણાં જ તું સુખી, શાંત અને બંધથી બનીશ. ૪

ન ત્વં વિપ્રાદિકો વર્ણો નાશ્રમી નાક્ષગોચરઃ ।
અસઙ્ગોઽસિ નિરાકારો વિશ્વસાક્ષી સુખી ભવ ॥ ૧-૫ ॥

તું વિપ્ર અર્થાત્ બાહ્મણાદિ વર્ણ નથી, (બ્રહ્મચર્ય આદિ)
આશ્રમી પણ નથી, અને તું ઇંદ્રિયગીચર- ઇન્દ્રિયોથી પમાય
એવો નથી. તું તો અસંગ, નિરાકાર અને (આખા) વિશ્વનો
છે. (એમ વિચારીને) તું સુખી થા. પ

ધર્માધર્મૌ સુખં દુઃખં માનસાનિ ન તે વિભો ।
ન કર્તાસિ ન ભોક્તાસિ મુક્ત એવાસિ સર્વદા ॥ ૧-૬ ॥

રાજન્! ધર્મ અને અધર્મ, તેમજ સુખ અને દુ:ખ,
તો મનને તારે છે અને નહિ કે તને. તું કર્તા નથી તેમ જ
ભોક્તા પણ નથી પણ હંમેશ મુકત જ છે. ૬

એકો દ્રષ્ટાસિ સર્વસ્ય મુક્તપ્રાયોઽસિ સર્વદા ।
અયમેવ હિ તે બન્ધો દ્રષ્ટારં પશ્યસીતરમ્ ॥ ૧-૭ ॥

તું સર્વનો એક દ્રષ્ટા છે અને નિરંતર અત્યંત મુક્ત છે.
તું જે બીજાને દ્રષ્ટા તરીકે જુએ છે, તે જ તારા બંધનું કારણ છે. ૭

અહં કર્તેત્યહંમાનમહાકૃષ્ણાહિદંશિતઃ ।
નાહં કર્તેતિ વિશ્વાસામૃતં પીત્વા સુખી ભવ ॥ ૧-૮ ॥

“હું કર્તા છું” એવા અહંભાવરૂપી મોટા કાળા સાપ વડે દંશિત
થયેલો તું “હું કર્તા નથી” એવા વિશ્વાસરૂપી અમૃતને પી જા. ૮

એકો વિશુદ્ધબોધોઽહં ઇતિ નિશ્ચયવહ્નિના ।
પ્રજ્વાલ્યાજ્ઞાનગહનં વીતશોકઃ સુખી ભવ ॥ ૧-૯ ॥

“હું એક અને વિશુદ્ધ જ્ઞાનરૂપ છું”, એવા નિશ્વયરૂપી
અગ્નિ વડે અજ્ઞાનરૂપ ગહન વનને સળગાવી દઈ તું શોકરહિત
બનીને સુખી થા. ૯

યત્ર વિશ્વમિદં ભાતિ કલ્પિતં રજ્જુસર્પવત્ ।
આનન્દપરમાનન્દઃ સ બોધસ્ત્વં સુખં ભવ ॥ ૧-૧૦ ॥

જેમાં આ કલ્પિત વિશ્વ દોરડામાં સર્પની જેમ ભાસમાન
થાય છે તે આનંદના પરમ અવધિરૂપ જ્ઞાન તું જ છે,
(માટે) સુખપૂર્વક વિહાર કર. ૧૦

મુક્તાભિમાની મુક્તો હિ બદ્ધો બદ્ધાભિમાન્યપિ ।
કિંવદન્તીહ સત્યેયં યા મતિઃ સા ગતિર્ભવેત્ ॥ ૧-૧૧ ॥

જે પોતાને મુકત માને છે તે મુકત છે, અને જે
પોતાને બંધાયેલો માને છે તે બંધાયેલો છે; કારણ કે અહીં (આ
જગતમાં) આ લોકવાદ સાચો છે કે જેવી મતિ તેવી ગતિ થાય છે. ૧૧

આત્મા સાક્ષી વિભુઃ પૂર્ણ એકો મુક્તશ્ચિદક્રિયઃ ।
અસંગો નિઃસ્પૃહઃ શાન્તો ભ્રમાત્સંસારવાનિવ ॥ ૧-૧૨ ॥

આત્મા સાક્ષી, વ્યાપક, પૂર્ણ. એક, મુકત, ચૈતન્યસ્વરૂપ,
અક્રિય, અસંગ, નિઃસ્પૃહ અને શાંત છે (પરંતુ) ભ્રમને કારણે
સંસારવાળો હોય તેમ ભાસે છે. ૧૨

કૂટસ્થં બોધમદ્વૈતમાત્માનં પરિભાવય ।
આભાસોઽહં ભ્રમં મુક્ત્વા ભાવં બાહ્યમથાન્તરમ્ ॥ ૧-૧૩ ॥

“હું” આભાસાત્મક છું” એવા ભ્રમને અને બાહ્ય તેમ
જ અંદરના ભાવને છોડી દઈ ને કૂટસ્થ અર્થાત્ પર્વતના જેવા
અચલ, બોધરૂપ, અદ્વૈતરુપ આત્માનો વિચાર કર. ૧૩

દેહાભિમાનપાશેન ચિરં બદ્ધોઽસિ પુત્રક ।
બોધોઽહં જ્ઞાનખઙ્ગેગેન તન્નિકૃત્ય સુખી ભવ ॥ ૧-૧૪ ॥

હે પુત્ર. દેહાધ્યાસરૂપ બંધન વડે લાંબા કાળથી તું બંધાયો છે.
તે પાશને “હું જ્ઞાનરૂપ છું” : એવા જ્ઞાનરૂપ ખડ્ગ વડે છેદી
નાખી સુખી થા. ૧૪

નિઃસંગો નિષ્ક્રિયોઽસિ ત્વં સ્વપ્રકાશો નિરંજનઃ ।
અયમેવ હિ તે બન્ધઃ સમાધિમનુતિષ્ઠતિ ॥ ૧-૧૫ ॥

તું અસંગ, અક્રિય, સ્વયંપ્રકાશ અને નિર્દોષ છે. જે
તું સમાધિ કરી રહ્યો છે તે જ તારું બંધન છે. ૧૫

ત્વયા વ્યાપ્તમિદં વિશ્વં ત્વયિ પ્રોતં યથાર્થતઃ ।
શુદ્ધબુદ્ધસ્વરૂપસ્ત્વં મા ગમઃ ક્ષુદ્રચિત્તતામ્ ॥ ૧-૧૬ ॥

તારા વડે આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે અને તારામાં જ તે
વણાયેલું છે. ખરું જોતાં તું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે, (માટે)
ક્ષુદ્ર ચિત્તવૃત્તિને વશ થા મા. ૧૬

નિરપેક્ષો નિર્વિકારો નિર્ભરઃ શીતલાશયઃ ।
અગાધબુદ્ધિરક્ષુબ્ધો ભવ ચિન્માત્રવાસનઃ ॥ ૧-૧૭ ॥

(તું) કશાની પણ ઈચ્છા વિનાનો, વિકારરહિત, ચિંતા-
રહિત (નિર્ +ભર = ભાર વિનાનો), શાંત અંતઃકરણવાળો, ઊંડી
બુદ્ધિવાળો, ક્ષોભરહિત અને માત્ર ચૈતન્યમાં જ નિષ્ઠા રાખનારો થા.૧૭

સાકારમનૃતં વિદ્ધિ નિરાકારં તુ નિશ્ચલમ્ ।
એતત્તત્ત્વોપદેશેન ન પુનર્ભવસમ્ભવઃ ॥ ૧-૧૮ ॥

(તું શરીરાદિક) સાકાર વસ્તુઓ)ને ખોટી માન અને
નિરાકારને નિશ્વલ અર્થાત્ નિત્ય માન. આ તત્વના (અર્થાત્
નિરાકાર તત્ત્વના) ઉપદેશથી ફરી સંસારમાં) જન્મવાનો સંભવ
રહેતો નથી. ૧૮

યથૈવાદર્શમધ્યસ્થે રૂપેઽન્તઃ પરિતસ્તુ સઃ ।
તથૈવાઽસ્મિન્ શરીરેઽન્તઃ પરિતઃ પરમેશ્વરઃ ॥ ૧-૧૯ ॥

જેવી રીતે આરસાની મધ્યમાં (પ્રતિબિબિત બનેલા)
રૂપની અંદર તેમ જ (બહાર) ચારે બાજુએ માત્ર એ
(આરસો) જ રહેલો છે (અને તેના સિવાય તેનાથી જુદું બીજું
કાંઈ નથી), તેવી રીતે આ શરીરમાં પણ અંદર તેમ જ (બહાર)
ચારે બાજુએ એક માત્ર પરમેશ્વર જ અર્થાત્ ચૈતન્ય જ રહેલું
છે (અને તેના સિવાય તેનાથી જુદું બીજું કાંઈ જ નથી.) ૧૯

એકં સર્વગતં વ્યોમ બહિરન્તર્યથા ઘટે ।
નિત્યં નિરન્તરં બ્રહ્મ સર્વભૂતગણે તથા ॥ ૧-૨૦ ॥

જેવી રીતે ઘડામાં બહાર તેમ જ અંદર એક અને
સર્વવ્યાપક આકાશ રહેલું છે, તેવી રીતે સમસ્ત ભૂતગણોમાં
(અંદર તેમ જ બહાર) નિત્ય, અવિનાશી બ્રહ્મ રહેલું છે. ૨૦

પ્રકરણ ર – શિષ્યાનુભવપ્રકરણ

જનક ઉવાચ ॥
અહો નિરંજનઃ શાન્તો બોધોઽહં પ્રકૃતેઃ પરઃ ।
એતાવન્તમહં કાલં મોહેનૈવ વિડમ્બિતઃ ॥ ૨-૧ ॥

જનક કહે છે: “હું” નિર્દોષ, શાંત, બોધરૂપ અને પ્રકૃતિથી
પર છું. અહો ! (આશ્ચર્યની વાત છે કે) આટલા સમય સુધી
મોહ વડે ઠગાયો છું. ૧

યથા પ્રકાશયામ્યેકો દેહમેનં તથા જગત્ ।
અતો મમ જગત્સર્વમથવા ન ચ કિંચન ॥ ૨-૨ ॥

જેવી રીતે આ દેહને એક માત્ર “હું” છું જ પ્રકાશમાન કરું
છું, તેવી રીતે જગતને પણ “હું” જ પ્રકાશમાન કરુ છું.
આથી સમસ્ત જગત જ મારું છે અથવા કાંઈ પણ મારું નથી.૨

સ શરીરમહો વિશ્વં પરિત્યજ્ય મયાધુના ।
કુતશ્ચિત્ કૌશલાદ્ એવ પરમાત્મા વિલોક્યતે ॥ ૨-૩ ॥

અહો! (આશ્ચર્યની વાત છે કે) શરીર સહિત વિશ્વનો
ત્યાગ કરીને અર્થાત્ પોતાથી જુદું સમજીને કોઈ રીતે કુશળતા
અર્થાત્ યુક્તિ-પ્રયુક્તિથી હવે મારા વડે પરમાત્મા જોવાય છે.
(અર્થાત્ વિશ્વ પરમાત્માથી જુદું ન હોવા છતાં પહેલાં તેને સત્યવત્
ગણ્યુ, પરંતુ, હવે જ્ઞાન થવાથી યુક્તિ-પ્રયુક્તિ, ઉપદેશ, ઈત્યાદિ વડે
તેનું મિથ્યાત્વ પ્રતીત થઈ પરમાત્માનું દર્શન મને થાય છે.) ૩

યથા ન તોયતો ભિન્નાસ્તરંગાઃ ફેનબુદ્બુદાઃ ।
આત્મનો ન તથા ભિન્નં વિશ્વમાત્મવિનિર્ગતમ્ ॥ ૨-૪ ॥

જેમ (પાણીથી ઉત્પન્ન ગયેલા) તરંગો, ફીણ અને
પોટા પાણીથી ભિન્ન નથી, તેમ આત્મામાંથી બહાર નીકલેવું
વિશ્વ આત્માથી ભિન્ન નથી. ૪

તન્તુમાત્રો ભવેદ્ એવ પટો યદ્વદ્ વિચારિતઃ ।
આત્મતન્માત્રમેવેદં તદ્વદ્ વિશ્વં વિચારિતમ્ ॥ ૨-૫ ॥

જેમ વિચાર કરતાં જણાય છે કે કપડું તાંતણારૂપ જ
(અર્થાત્ તાંતણાથી કપડાનું અસ્તિતત્વ ભિન્ન નથી), તેમ વિચાર
કરતાં જણાય છે કે આ વિશ્વ આત્માનો જ અંશ છે (અર્થાત્
ભિન્ન નથી. ૫

યથૈવેક્ષુરસે ક્લૃપ્તા તેન વ્યાપ્તૈવ શર્કરા ।
તથા વિશ્વં મયિ ક્લૃપ્તં મયા વ્યાપ્તં નિરન્તરમ્ ॥ ૨-૬ ॥

જેમ શેરડીના રસમાં કલ્પાયેલી (અર્થાત્ બનાવેલી)
સાકર તેના (શેરડીના રસ) વડે જે વ્યાપ્ત હોય છે તેમ “અહં” માં
કલ્પાયેલું વિશ્વ “અહં” વડે વ્યાપ્ત રહે છે. ૬

આત્મજ્ઞાનાજ્જગદ્ ભાતિ આત્મજ્ઞાનાન્ન ભાસતે ।
રજ્જ્વજ્ઞાનાદહિર્ભાતિ તજ્જ્ઞાનાદ્ ભાસતે ન હિ ॥ ૨-૭ ॥

આત્માના (સ્વરૂપના) અજ્ઞાનને લઈને જ જગત ભાસ-
માન થાય છે ।પરંતુ આત્મજ્ઞાન થતાં ભાસતું નથી. દોરડાના
અજ્ઞાનથી જ સર્પની ભાંતિ થાય છે. પરંતુ તેનું (અર્થાત્ દોરડા-
નું) જ્ઞાન થતાં (સર્પ) ભાસને નથી. ૭

પ્રકાશો મે નિજં રૂપં નાતિરિક્તોઽસ્મ્યહં તતઃ ।
યદા પ્રકાશતે વિશ્વં તદાહં ભાસ એવ હિ ॥ ૨-૮ ॥

પ્રકાશ એજ મારું પોતાનું સ્વરૂપ છે, તેનાથી અતિરિકત
(અ્થાત જુદો) “હું” છું જ નહિં. જયારે વિશ્વ પ્રકાશે છે (અર્થાત્
ભાસમાન થાય છે,) ત્યારે પણ તે “અહં” (અર્થાત્ “હું”) નો જ
ભાસ છે. (એટલે કે “અહં” જ વિશ્વરૂપે ભાસે છે.) ૮

અહો વિકલ્પિતં વિશ્વમજ્ઞાનાન્મયિ ભાસતે ।
રૂપ્યં શુક્તૌ ફણી રજ્જૌ વારિ સૂર્યકરે યથા ॥ ૨-૯ ॥

જેમ અજ્ઞાનથી કલ્પાયેલું રૂપું છીપમાં ભાસે છે, સર્પ
દોરડામાં ભાસે છે (અને મૃગ)જળ સૂર્યનાં કિરણીમાં ભાસે
છે, તેમ અરે! અજ્ઞાનથી (જ) કલ્પાયેલું વિશ્વ મારામાં
(અર્થાત્, “હું” માં) ભાસે છે. ૯

મત્તો વિનિર્ગતં વિશ્વં મય્યેવ લયમેષ્યતિ ।
મૃદિ કુમ્ભો જલે વીચિઃ કનકે કટકં યથા ॥ ૨-૧૦ ॥

જેમ (માટીમાંથી થયેલો) ધડો માટીમાં, (પાણીમાંથી
ઉપજેલો) તરંગ પાણીમાં, અને (સોનામાંથી બનેલું) કડું
સોનામાં લય પામે છે, તેમ મારા (અર્થાત્ “અહં”) માંથી ઉદ્દભવ
પામેલું વિશ્વ મારામાં (અર્થાત્ “અહં” માં) જ લય પામશે. ૧૦

અહો અહં નમો મહ્યં વિનાશો યસ્ય નાસ્તિ મે ।
બ્રહ્માદિસ્તમ્બપર્યન્તં જગન્નાશોઽપિ તિષ્ઠતઃ ॥ ૨-૧૧ ॥

બ્રહ્માથી માંડીને. તુણ સુધીનાં જગતનો નાશ થતાં પણ
જે “હું” નો વિનાશ થતો નથી તેવા “હું” ને નમસ્કાર હો. અહો
“અહં” (અર્થાત્ “હું”) કેટલો આશ્ચર્યભર્યો છું! ૧૧

અહો અહં નમો મહ્યં એકોઽહં દેહવાનપિ ।
ક્વચિન્ન ગન્તા નાગન્તા વ્યાપ્ય વિશ્વમવસ્થિતઃ ॥ ૨-૧૨ ॥

અહો “અહં” ! મને (અર્થાત્ “અહં”) ને નમસ્કાર હો.
દેહધારી હોવા છતાં એક જ છું, નથી (કશે) જતો કે
નથી (કશે) આવતો, પરંતુ વિશ્વને વ્યાપીને રહ્યો છું. ૧૨

અહો અહં નમો મહ્યં દક્ષો નાસ્તીહ મત્સમઃ ।
અસંસ્પૃશ્ય શરીરેણ યેન વિશ્વં ચિરં ધૃતમ્ ॥ ૨-૧૩ ॥

અહો “અહં” ! મને (અર્થાત્ “અહં” ને) નમસ્કાર
મારા જેવો ચતુર કોઈ નથી કે જેના વડે શરીર સાથે
સાધ્યા વિના આ વિશ્વ ચિરકાલથી ધારણ કરાયું છે. ૧૩

અહો અહં નમો મહ્યં યસ્ય મે નાસ્તિ કિંચન ।
અથવા યસ્ય મે સર્વં યદ્ વાઙ્મનસગોચરમ્ ॥ ૨-૧૪ ॥

અહો “અહં” ! મને (અર્થાત્ “અહં” ને) નમસ્કાર હો કે
“મારા” માં કાંઈ જ નથી, અથવા તો જે “મારા”માં વાણી
મનના વિષયરૂપ બનેલું બધું ય છે. ૧૪

જ્ઞાનં જ્ઞેયં તથા જ્ઞાતા ત્રિતયં નાસ્તિ વાસ્તવમ્ ।
અજ્ઞાનાદ્ ભાતિ યત્રેદં સોઽહમસ્મિ નિરંજનઃ ॥ ૨-૧૫ ॥

જ્ઞાન, જ્ઞેય, અને જ્ઞાતા એ ત્રિપુટી જ્યાં વાસ્તવિક રીતે નથી,
પરંતુ એ જ્યાં અજ્ઞાનને લઈને ભાસે છે, તે “હું” નિરંજન છું. ૧૫

દ્વૈતમૂલમહો દુઃખં નાન્યત્તસ્યાઽસ્તિ ભેષજમ્ ।
દૃશ્યમેતન્ મૃષા સર્વં એકોઽહં ચિદ્રસોમલઃ ॥ ૨-૧૬ ॥

અહો! જે દ્વૈતથી ઉત્પન્ન થતું દુઃખ છે તેનું (સત્ય
જ્ઞાન સિવાય) બીજું કાંઈ ઓસડ નથી. આ સમસ્ત દૃશ્યપ્રપંચ
મિથ્યા છે. “હું” એક અને શુદ્ધ ચૈતન્ય રસ છું. ૧૬

બોધમાત્રોઽહમજ્ઞાનાદ્ ઉપાધિઃ કલ્પિતો મયા ।
એવં વિમૃશતો નિત્યં નિર્વિકલ્પે સ્થિતિર્મમ ॥ ૨-૧૭ ॥

“હું” કેવળ બોધરૂપ છું; અજ્ઞાનને લઈને જ મેં (આ
દ્વૈત-પ્રપંચરૂપ) ઉપાધિની કલ્પના કરી છે. આમ નિત્ય વિચાર
કરતાં કરતાં નિર્વિકલ્પ અવસ્થામાં મારી સ્થિતિ થઈ છે. ૧૭

ન મે બન્ધોઽસ્તિ મોક્ષો વા ભ્રાન્તિઃ શાન્તો નિરાશ્રયા ।
અહો મયિ સ્થિતં વિશ્વં વસ્તુતો ન મયિ સ્થિતમ્ ॥ ૨-૧૮ ॥

અહો મારામાં રહેલું વિશ્વ ખરું જોતાં મારામાં રહેલું જ નથી.
મને બન્ધ પણ નથી કે મોક્ષ પણ નથી. આશ્રય (અથવા આધાર)
વિના (ઊભી થયેલી જગતરૂપ) ભ્રાંતિ શાંત થઈ ગઈ છે. ૧૮

સશરીરમિદં વિશ્વં ન કિંચિદિતિ નિશ્ચિતમ્ ।
શુદ્ધચિન્માત્ર આત્મા ચ તત્કસ્મિન્ કલ્પનાધુના ॥ ૨-૧૯ ॥

શરીર સાથે આ વિશ્વ કશુ છે જ નહિ અને આત્મા શુદ્ધ
ચૈતન્ય માત્ર છે, તો પછી જગતની કલ્પના શામાં કરવી? ૧૯

શરીરં સ્વર્ગનરકૌ બન્ધમોક્ષૌ ભયં તથા ।
કલ્પનામાત્રમેવૈતત્ કિં મે કાર્યં ચિદાત્મનઃ ॥ ૨-૨૦ ॥

શરીર, સ્વર્ગ-નરક, બન્ધ-મોક્ષ અને ભય એ બધું
કલ્પનામાત્ર જ છે. તેની સાથે ચિદાત્મારૂપ મારો શો સંબંધ છે? ૨૦

અહો જનસમૂહેઽપિ ન દ્વૈતં પશ્યતો મમ ।
અરણ્યમિવ સંવૃત્તં ક્વ રતિં કરવાણ્યહમ્ ॥ ૨-૨૧ ॥

અહો, (આ સમરત) જનસમુદાયમાં પણ દ્વૈત ન
જોનારા એવા મારે માટે (બધું ય) જંગલ જેવું થઈ ગયું છે,
તે પછી શામાં આસક્તિ રાખું? ૨૧

નાહં દેહો ન મે દેહો જીવો નાહમહં હિ ચિત્ ।
અયમેવ હિ મે બન્ધ આસીદ્યા જીવિતે સ્પૃહા ॥ ૨-૨૨ ॥

હું દેહ નથી, તેમ દેહ મારો નથી અને “હું” જીવ પણ નથી,
કારણ કે “હું” ચૈતન્ય છું. જીવન પ્રત્યે જે ઈચ્છા હતી તે જ મારે
માટે બંધન હતું, ૨૨

અહો ભુવનકલ્લોલૈર્વિચિત્રૈર્દ્રાક્ સમુત્થિતમ્ ।
મય્યનંતમહામ્ભોધૌ ચિત્તવાતે સમુદ્યતે ॥ ૨-૨૩ ॥

અહો ! અનંત મહાસાગરરૂપ મારામાં ચિત્તરૂપી વાયુ વાતાં
જગતરૂપ વિચિત્ર તરંગો ઓચિતા ઊઠયા. ૨૩

મય્યનંતમહામ્ભોધૌ ચિત્તવાતે પ્રશામ્યતિ ।
અભાગ્યાજ્જીવવણિજો જગત્પોતો વિનશ્વરઃ ॥ ૨-૨૪ ॥

અનંત મહાસાગરરૂપ મારામાં ચિત્તરૂપ વાયુ શાંત બની
જીવરૂપ વાણિયા (વેપારી)નું જગતરૂપ વહાણ કમનસીબે ગયું. ૨૪

મય્યનન્તમહામ્ભોધાવાશ્ચર્યં જીવવીચયઃ ।
ઉદ્યન્તિ ઘ્નન્તિ ખેલન્તિ પ્રવિશન્તિ સ્વભાવતઃ ॥ ૨-૨૫ ॥

આશ્ચર્ય (ની વાત) છે કે અનંત મહાસાગરરૂપ મારામા
જીવરૂપ મોજાંઓ આપોઆપ જ ઉત્પન્ન થાય છે. અથડાય છે,
રમે છે (અને) લય પામે છે. રપ

પ્રકરણ ૩ – આક્ષેપોપદેશપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
અવિનાશિનમાત્માનં એકં વિજ્ઞાય તત્ત્વતઃ ।
તવાત્મજ્ઞાનસ્ય ધીરસ્ય કથમર્થાર્જને રતિઃ ॥ ૩-૧ ॥

અષ્ટાવક્ર બોલ્યા : આત્માને વાસ્તવિક રીતે એક અને
અવિનાશી જાણ્યા પછી, આત્મજ્ઞ અને ધીર એવા તને ધનની
પ્રાપ્તિ પ્રત્યે પ્રીતિ કેમ થાય છે? ૧

આત્માજ્ઞાનાદહો પ્રીતિર્વિષયભ્રમગોચરે ।
શુક્તેરજ્ઞાનતો લોભો યથા રજતવિભ્રમે ॥ ૩-૨ ॥

અહો! જેમ છીપના અજ્ઞાનથી રૂપારૂપ ભ્રમમાં લોભ
ઊપજે છે, તેમ આત્માના અજ્ઞાનથી વિષયોરૂપ ભ્રમાત્મક વસ્તુમાં
પ્રીતિ થાય છે. ર

વિશ્વં સ્ફુરતિ યત્રેદં તરઙ્ગા ઇવ સાગરે ।
સોઽહમસ્મીતિ વિજ્ઞાય કિં દીન ઇવ ધાવસિ ॥ ૩-૩ ॥

જેમાં વિશ્વ, સમુદ્રમાં તરંગતી જેમ સ્ફૂરે છે તે “હું” જ
છું એમ જાણ્યા પછી (પણ) તું પામર મનુષ્યની જેમ શા
માટે દોડાદોડ કરે છે? ૩

શ્રુત્વાપિ શુદ્ધચૈતન્ય આત્માનમતિસુન્દરમ્ ।
ઉપસ્થેઽત્યન્તસંસક્તો માલિન્યમધિગચ્છતિ ॥ ૩-૪ ॥

આત્માને શુદ્ધ ચૈતન્યરૂપ અને અત્યંત સુંદર જાણવા
છતાં જે (મનુષ્ય) વિષયોમાં અત્યંત આસક્ત બને છે, તે
મલિનતાને જ પામે છે. ૪

સર્વભૂતેષુ ચાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।
મુનેર્જાનત આશ્ચર્યં મમત્વમનુવર્તતે ॥ ૩-૫ ॥

પોતાના આત્માને સર્વ ભૂતમાં અને સર્વ ભૂતોને પોતાના
આત્માંમાં જાણનારા મુનિમાં પણ મમત્વ ચાલુ રહે છે (એ તો)
આશ્ચર્યની વાત છે. પ

આસ્થિતઃ પરમાદ્વૈતં મોક્ષાર્થેઽપિ વ્યવસ્થિતઃ ।
આશ્ચર્યં કામવશગો વિકલઃ કેલિશિક્ષયા ॥ ૩-૬ ॥

પરમ અદ્વૈતમાં સ્થિત થયેલો અને મોક્ષને માટે પ્રયાસ
કરતો. (મનુષ્ય) પણ ભોગના અભ્યાસને લઈને વ્યાકુળ બનેલો
હોઈ કામને વશ થાય છે, તે આશ્રર્ય છે. ૬

ઉદ્ભૂતં જ્ઞાનદુર્મિત્રમવધાર્યાતિદુર્બલઃ ।
આશ્ચર્યં કામમાકાઙ્ક્ષેત્ કાલમન્તમનુશ્રિતઃ ॥ ૩-૭ ॥

ઉત્પન્ન થયેલા જ્ઞાનના શત્રુને જાણતો છતાં અત્યંત દુર્બલ
અને અંતકાલને પ્રાપ્ત થયેલો (મનુષ્ય) વિષયભોગની ઈચ્છા
કરે છે, તે આશ્ચર્ય છે ૭

ઇહામુત્ર વિરક્તસ્ય નિત્યાનિત્યવિવેકિનઃ ।
આશ્ચર્યં મોક્ષકામસ્ય મોક્ષાદ્ એવ વિભીષિકા ॥ ૩-૮ ॥

આ લોક અને પરલોક પ્રત્યે વિરકત, નિત્ય અને અનિત્ય
વસ્તુના ભેદને સમજનાર (અને) મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યને
મોક્ષથી જ ભય છે, એ જ આશ્ચર્ય છે. ૮

ધીરસ્તુ ભોજ્યમાનોઽપિ પીડ્યમાનોઽપિ સર્વદા ।
આત્માનં કેવલં પશ્યન્ ન તુષ્યતિ ન કુપ્યતિ ॥ ૩-૯ ॥

ધીર મનુષ્ય ભોગ ભોગવતો છતાં પણ અને પીડાયુક્ત
બનતો હોવા છતાં પણ હમેશ કેવળ આત્માને જ જોતો હોઈ
પ્રસન્ન થતો નથી તેમ જ કોપ પણ કરતો નથી. ૯

ચેષ્ટમાનં શરીરં સ્વં પશ્યત્યન્યશરીરવત્ ।
સંસ્તવે ચાપિ નિન્દાયાં કથં ક્ષુભ્યેત્ મહાશયઃ ॥ ૩-૧૦ ॥

પ્રવૃત્તિયુકત પોતાના શરીરને જે બીજાના શરીરની જેમ જુએ
છે એવો મહાત્મા પુરુષ સ્તુતિથી અથવા નિદાથી પણ કેમ ક્ષોભ પામે? ૧૦

માયામાત્રમિદં વિશ્વં પશ્યન્ વિગતકૌતુકઃ ।
અપિ સન્નિહિતે મૃત્યૌ કથં ત્રસ્યતિ ધીરધીઃ ॥ ૩-૧૧ ॥

આ વિશ્વને માયામાત્ર જોનાર અને તેથી જ કુતૂહલ
વિનાનો, શાંત બુદ્ધિવાળો મનુષ્ય મૃત્યુ પાસે હોય તો પણ કેવી
રીતે ત્રાસ પામે? ૧૧

નિઃસ્પૃહં માનસં યસ્ય નૈરાશ્યેઽપિ મહાત્મનઃ ।
તસ્યાત્મજ્ઞાનતૃપ્તસ્ય તુલના કેન જાયતે ॥ ૩-૧૨ ॥

જે મહાત્માનું મન નિરાશાને પ્રસંગે પણ (તદ્દન)
નિ:સ્પૃહ રહે છે તેવા આત્મજ્ઞાનથી સંતુષ્ટ (મહાત્મા)ની તુલના
કોની સાથે થઈ શકે છે? ૧૨

સ્વભાવાદ્ એવ જાનાનો દૃશ્યમેતન્ન કિંચન ।
ઇદં ગ્રાહ્યમિદં ત્યાજ્યં સ કિં પશ્યતિ ધીરધીઃ ॥ ૩-૧૩ ॥

આ દૃશ્ય (વિશ્વ) સ્વભાવથી જ કાંઈ નથી એમ જાણ-
નાર એ શાંત બુદ્ધિવાળો (મનુષ્ય) શું એમ જૂએ છે કે આ
ગ્રહણ કરવા યોગ્ય છે કે આ ત્યાગ કરવા યોગ્ય છે? ૧૩

અંતસ્ત્યક્તકષાયસ્ય નિર્દ્વન્દ્વસ્ય નિરાશિષઃ ।
યદૃચ્છયાગતો ભોગો ન દુઃખાય ન તુષ્ટયે ॥ ૩-૧૪ ॥

(વિષય-વાસનારૂપ) મળનો જેણે અંતઃકરણથી ત્યાગ
કરેલો છે અને જે દ્વંદથી રહિત થયો છે અને જે આશાથી રહિત
થયો છે, તેને સહજ પ્રાપ્ત થતો ભોગ દુઃખ પણ નથી આપતો
તેમ જ હર્ષ પણ નથી પમાડતો. ૧૪

પ્રકરણ ૪ – પુનઃશિષ્યાનુભવપ્રકરણ

જનક ઉવાચ ॥
હન્તાત્મજ્ઞાનસ્ય ધીરસ્ય ખેલતો ભોગલીલયા ।
ન હિ સંસારવાહીકૈર્મૂઢૈઃ સહ સમાનતા ॥ ૪-૧ ॥

જનક બોલ્યા : આ, ભોગરૂપ લીલાથી કીડા કરતા અને ।
આત્મજ્ઞાની એવા ધીર પુરુષની સાથે સંસારી એવા મૂઢ
મનુષ્યની સમાનતા કશી છે જ નહિ. ૧

યત્ પદં પ્રેપ્સવો દીનાઃ શક્રાદ્યાઃ સર્વદેવતાઃ ।
અહો તત્ર સ્થિતો યોગી ન હર્ષમુપગચ્છતિ ॥ ૪-૨ ॥

જે (આત્મ) પદની ઈચ્છા કરતા ઇન્દ્ર આદિ સર્વ
(તે પદની પ્રાપ્તિ ન થતાં) દીનતાને પ્રાપ્ત કરે છે. (અર્થાત્
શોકાતુર બને છે), ત્યાં સ્થિર બનેલો યોગી હર્ષ પામતો નથી,
એ આશ્વર્યની વાત છે. ર

તજ્જ્ઞસ્ય પુણ્યપાપાભ્યાં સ્પર્શો હ્યન્તર્ન જાયતે ।
ન હ્યાકાશસ્ય ધૂમેન દૃશ્યમાનાપિ સઙ્ગતિઃ ॥ ૪-૩ ॥

એ (આત્મ)પદને જાણનારને અંતઃકરણમાં પુણ્ય અને
પાપનો સ્પર્શ લાગતો નથી. બહારથી દેખાતી હોવા છતાં પણ
આકાશને વાસ્તવિક રીતે ધુમાડા સાથે સંગતિ (સ્પર્શ) હોતી નથી. ૩

આત્મૈવેદં જગત્સર્વં જ્ઞાતં યેન મહાત્મના ।
યદૃચ્છયા વર્તમાનં તં નિષેદ્ધું ક્ષમેત કઃ ॥ ૪-૪ ॥

આ સમસ્ત જગત આત્મરૂપ જ છે એમ જેણે જાણ્યું
છે તેવા મહાત્માને સહજ ક્રિયા કરતા અટકાવા કોણ સમર્થ
થાય? (અર્થાત્ તેની સહજ ક્રિયામાં વિધિ-નિષેધરૂપ બંધનો
કોણ આરોપિત કરી શકે? કોઈ જ નહિ.) ૪

આબ્રહ્મસ્તમ્બપર્યન્તે ભૂતગ્રામે ચતુર્વિધે ।
વિજ્ઞસ્યૈવ હિ સામર્થ્યમિચ્છાનિચ્છાવિવર્જને ॥ ૪-૫ ॥

બ્રહ્માથી માંડીને તુણ સુધીની (અંડજ, સ્વેદજ, જરાયુજ
અને ઉદ્ભિજ્જ) ચાર પ્રકારની જીવ-જાતિઓમાં માત્ર
જ્ઞાની જ ઈચ્છા અને અનિચ્છાને દૂર હઠાવવામાં સમર્થ છે. પ

આત્માનમદ્વયં કશ્ચિજ્જાનાતિ જગદીશ્વરમ્ ।
યદ્ વેત્તિ તત્સ કુરુતે ન ભયં તસ્ય કુત્રચિત્ ॥ ૪-૬ ॥

કોઈક જ (પોતાના) આત્માને અને જગતના ઈશ્વરને
અદ્વૈત (એકરૂપ) જાણે છે. તે જે જાણે છે તેને જ આચરણ
માં મૂકે છે. તેને કશેથી પણ ભય આવતો નથી. ૬

પ્રકરણ પ – લયોપદેશપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
ન તે સંગોઽસ્તિ કેનાપિ કિં શુદ્ધસ્ત્યક્તુમિચ્છસિ ।
સંઘાતવિલયં કુર્વન્નેવમેવ લયં વ્રજ ॥ ૫-૧ ॥

અષ્ટાવક કહે છે: તારો કશાની સાથે પણ સંગ છે જ
નહિ. (આથી) તું શુદ્ધ હોઈ શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે
છે? આ પ્રમાણે (દેહ-)સંધાતનો (અર્થાત્ દેહાભિમાનનો)
વિલય કરી સ્વરૂપમાં લીન થઈ જા. ૧

ઉદેતિ ભવતો વિશ્વં વારિધેરિવ બુદ્બુદઃ ।
ઇતિ જ્ઞાત્વૈકમાત્માનં એવમેવ લયં વ્રજ ॥ ૫-૨ ॥

સમુદ્રમાં જેમ પરપોટો ઉદય પામે છે તેમ તારામાંથી
વિશ્વ ઉદય પામે છે. એ પ્રમાણે આત્માને એકમાત્ર જાણીને
સ્વરૂપમાં લીન થઈ જા. ર

પ્રત્યક્ષમપ્યવસ્તુત્વાદ્ વિશ્વં નાસ્ત્યમલે ત્વયિ ।
રજ્જુસર્પ ઇવ વ્યક્તં એવમેવ લયં વ્રજ ॥ ૫-૩ ॥

વ્યકત બનેલું વડ પ્રત્યક્ષ હોવા છતાં પણ અવાસ્તવિક
અર્થાત્ (મિથ્યા) હોઈ નિર્મલ એવા તારામાં દોરડાંમાં દેખાતા
સર્પની જેમ છે જ નહિ. આથી તું સ્વરૂપમાં લીન થઈ જા. ૩.

સમદુઃખસુખઃ પૂર્ણ આશાનૈરાશ્યયોઃ સમઃ ।
સમજીવિતમૃત્યુઃ સન્નેવમેવ લયં વ્રજ ॥ ૫-૪ ॥

સુખ.-દુ:ખને સરખાં ગણી, પૂર્ણતા પ્રાપ્ત કરી, આશા-
નિરાશાને સમાન લેખી, તેમ જ જીવન અને મરણને પણ
સરખાં ગણી, તું સ્વરૂપમાં લીન થઈ જા. ૪

પ્રકરણ ૬ – પુનઃ ગુરૂપદેશપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
આકાશવદનન્તોઽહં ઘટવત્ પ્રાકૃતં જગત્ ।
ઇતિ જ્ઞાનં તથૈતસ્ય ન ત્યાગો ન ગ્રહો લયઃ ॥ ૬-૧ ॥

અષ્ટાવક કહે છે: “અહં” (અર્થાત્. “હું” ) આકાશની
જેમ અનંત છું, અને જગત ઘડાની જેમ પ્રકૃતિજન્ય છે, આ
(ખરું) જ્ઞાન છે. તો પછી આ જગત આદિ)નો ત્યાગ પણ
નથી થઈ શકતો તેમ તેનું ગ્રહણ પણ નથી કરી શકાતું, કે તેનો
લય પણ નથી સંભવતો. ૧

મહોદધિરિવાહં સ પ્રપંચો વીચિસઽન્નિભઃ ।
ઇતિ જ્ઞાનં તથૈતસ્ય ન ત્યાગો ન ગ્રહો લયઃ ॥ ૬-૨ ॥

“અહં” (અર્થાત્. “હું” ) મહાસાગર જેવો છું. અને આ
જગત-પ્રપંચ તરંગ જેવો છે, આ (ખરું) શાન છે. તો પછી
આ જગત આદિ)નો ત્યાગ ગ્રહણ કે લય સંભવતો નથી. ર

અહં સ શુક્તિસઙ્કાશો રૂપ્યવદ્ વિશ્વકલ્પના ।
ઇતિ જ્ઞાનં તથૈતસ્ય ન ત્યાગો ન ગ્રહો લયઃ ॥ ૬-૩ ॥

આ “અહં” (અર્થાત્. “હું” ) છીપ સમાન છું અને
વિશ્વની કલ્પના રૂપા સમાન (વિવર્ત) છે, આ (ખરું) જ્ઞાન
છે. તો પછી આ (જગત આદિ) તો ત્યાગ, ગ્રહણ કે લય
સંભવતો નથી. ૩

અહં વા સર્વભૂતેષુ સર્વભૂતાન્યથો મયિ ।
ઇતિ જ્ઞાનં તથૈતસ્ય ન ત્યાગો ન ગ્રહો લયઃ ॥ ૬-૪ ॥

“અહં” (અર્થાત્. “હું” ) જ સર્વ ભૂતોમાં છે- અને સર્વ
ભૂતો મારામાં છે, આ (ખરું) જ્ઞાન છે. તો પછી આ જગત
આદિ જતો ત્યાગ, ગ્રહણ કે લય સંભવતો નથી. ૪

પ્રકરણ ૭ – શિષ્યાનુભવપ્રકરણ

જનક ઉવાચ ॥
મય્યનંતમહામ્ભોધૌ વિશ્વપોત ઇતસ્તતઃ ।
ભ્રમતિ સ્વાંતવાતેન ન મમાસ્ત્યસહિષ્ણુતા ॥ ૭-૧ ॥

જનક કહે છે; “અહં” (અર્થાત્ મારા) રૂપ મહાસાગરમાં
મનરૂપ પવન વડે વિશ્વરૂપ વહાણ આમતેમ ભમે છે. (પરંતુ)
મને (તેની) અસહનશીલતા (અર્થાત્ ઉદ્વેગ) નથી. ૧

મય્યનંતમહામ્ભોધૌ જગદ્વીચિઃ સ્વભાવતઃ ।
ઉદેતુ વાસ્તમાયાતુ ન મે વૃદ્ધિર્ન ચ ક્ષતિઃ ॥ ૭-૨ ॥

“અહં” (અર્થાત્. મારા) રૂપ મહાસાગરમાં એની મેળે
જગતરૂપ તરંગ ઊઠો અથવા શાંત થઈ જાઓ, પરંતુ (તેથી)
નથી. મારામાં કાંઈ વૃદ્ધિ થવાની કે નથી કાંઈ ઓછું થવાનું. ર

મય્યનંતમહામ્ભોધૌ વિશ્વં નામ વિકલ્પના ।
અતિશાંતો નિરાકાર એતદેવાહમાસ્થિતઃ ॥ ૭-૩ ॥

“અહં” (અર્થાત્ મારા)રૂપ મહાસાગરમાં વિશ્વ તો
કલ્પનામાત્ર જ છે, અને તેના આશ્રયરૂપ “અહં” (અર્થાત્ હું.)
તો અત્યન્ત શાંત અને આકારહિત જ છું. ૩

નાત્મા ભાવેષુ નો ભાવસ્તત્રાનન્તે નિરંજને ।
ઇત્યસક્તોઽસ્પૃહઃ શાન્ત એતદેવાહમાસ્તિતઃ ॥ ૭-૪ ॥

આત્મા વિશ્વમાં નથી, તેમ જ ત્યાં અનંત અને નિરંજન
(સ્થિતિમાં)માં વિશ્વ પણ નથી. આથી તેના આશ્રયરૂપ
“અહં” અર્થાત્ “હું”) તો આસક્તિરહિત, નિ:સ્પૃહ અને શાંત છું. ૪

અહો ચિન્માત્રમેવાહં ઇન્દ્રજાલોપમં જગત્ ।
ઇતિ મમ કથં કુત્ર હેયોપાદેયકલ્પના ॥ ૭-૫ ॥

અહો “અહં” (અર્થાત્ “હું”) તો ચૈતન્યમાત્ર છું અને જગત
ઇન્દ્રજાલ (માયા) જેવું છે. આથી મારે માટે ત્યાજ્ય
અને ગ્રાહ્યની કલ્પના કેવી રીતે અને કયાં હોય? પ

પ્રકરણ ૮ – બન્ધમોક્ષપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
તદા બન્ધો યદા ચિત્તં કિઞ્ચિદ્ વાઞ્છતિ શોચતિ ।
કિંચિન્ મુંચતિ ગૃહ્ણાતિ કિંચિદ્ દૃષ્યતિ કુપ્યતિ ॥ ૮-૧ ॥

અષ્ટાવક્ર કહે છે: જ્યારે ચિત્ત કાંઇ ઇચ્છે, શોક કરે, કાંઈ છોડી (કાંઈ)
ગ્રહણ કરે, કાંઈ હર્ષ પામે, (કે) કોપ કરે ત્યારે બંધન થાય છે. ૧

તદા મુક્તિર્યદા ચિત્તં ન વાઞ્છતિ ન શોચતિ ।
ન મુંચતિ ન ગૃહ્ણાતિ ન હૃષ્યતિ ન કુપ્યતિ ॥ ૮-૨ ॥

જ્યારે ચિત્ત ઈચ્છા નથી કરતું, શોક નથી કરતું, છોડી
નથી દેતું. ગ્રહણ નથી કરતું, હર્ષ નથી. પામતું (કે) કોપ નથી
કરતું ત્યારે મોક્ષ થાય છે. ર

તદા બન્ધો યદા ચિત્તં સક્તં કાશ્વપિ દૃષ્ટિષુ ।
તદા મોક્ષો યદા ચિત્તમસક્તં સર્વદૃષ્ટિષુ ॥ ૮-૩ ॥

જયારે ચિત્ત કોઈ પણ દૃષ્ટિ (અર્થાત્ વિષયો)માં આસક્ત
થઈ જાય છે, ત્યારે બંધન થાય છે. જયારે ચિત્ત બધીય દૃષ્ટિ
(અર્થાત્ વિષયો) માંથી અનાસક્ત થઈ જાય છે, ત્યારે મોક્ષ થાય છે. ૩

યદા નાહં તદા મોક્ષો યદાહં બન્ધનં તદા ।
મત્વેતિ હેલયા કિંચિન્મા ગૃહાણ વિમુંચ મા ॥ ૮-૪ ॥

જ્યારે “અહં” નથી ત્યારે મોક્ષ છે જ્યારે “અહં” છે ત્યારે
બંધન છે, એમ સહજ વિચારી આશાનું પણ ગ્રહણ કે ત્યાગ કર નહિ. ૪

પ્રકરણ ૯ – નિર્વેદપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
કૃતાકૃતે ચ દ્વન્દ્વાનિ કદા શાન્તાનિ કસ્ય વા ।
એવં જ્ઞાત્વેહ નિર્વેદાદ્ ભવ ત્યાગપરોઽવ્રતી ॥ ૯-૧ ॥

અષ્ટાવક્રે કહ્યું : કૃત અને અકૃત કર્મો તેમ જ સુખદુઃખાદિ
દ્વંદ્વો કોનાં અથવા કયારે શાંત થયાં છે? આમ જાણીને અહીં
(આ સંસારમાં કંટાળી જઈને વ્રત કર્મ રહિત અને ત્યાગપરાયણ થા.૧

કસ્યાપિ તાત ધન્યસ્ય લોકચેષ્ટાવલોકનાત્ ।
જીવિતેચ્છા બુભુક્ષા ચ બુભુત્સોપશમઃ ગતાઃ ॥ ૯-૨ ॥

પ્રિય (જનક)! કોઈક જ ધન્ય પુરુષની જીવવાની,
ભોગવવાની તેમ જ બનવાની ઈચ્છા લોકચેષ્ટાના
અવલોકન વડે (વૈરાગ્ય થતાં) શાંત બને છે. ર

અનિત્યં સર્વમેવેદં તાપત્રિતયદૂષિતમ્ ।
અસારં નિન્દિતં હેયમિતિ નિશ્ચિત્ય શામ્યતિ ॥ ૯-૩ ॥

આ બધું જ (દૃશ્ય જગત) અનિત્ય, (આધ્યાત્મિક,
આધિદૈવિક અને આધિભૌતિક) ત્રિવિધ તાપથી દોષયુક્ત
સારહીન, નિદવાયોગ્ય (અને) ત્યાજ્ય છે એમ નિશ્ચય કરીને
(તે ધન્ય પુરુષ) શાંત બને છે. ૩

કોઽસૌ કાલો વયઃ કિં વા યત્ર દ્વન્દ્વાનિ નો નૃણામ્ ।
તાન્યુપેક્ષ્ય યથાપ્રાપ્તવર્તી સિદ્ધિમવાપ્નુયાત્ ॥ ૯-૪ ॥

જ્યાં મનુષ્યોને (સુખદુઃખાદિ) દ્વંદ્વો જ નથી તો પછી એ
કાળ તો છે જ કયાં અને આયુષ્ય પણ કયાં છે? એ બધાને નકારી
યથાપ્રાપ્ત વસ્તુઓમાં વર્તવાવાળો પુરુષ સિદ્ધિને પામે છે. ૪

નાના મતં મહર્ષીણાં સાધૂનાં યોગિનાં તથા ।
દૃષ્ટ્વા નિર્વેદમાપન્નઃ કો ન શામ્યતિ માનવઃ ॥ ૯-૫ ॥

મહર્ષિઓના, સાધુઓના તથા યોગીઓના જૂદા જૂદા
મત (-ભેદો) જોઈ કંટાળો પામેલો કયો મનુષ્ય શાંત થતો નથી? પ

કૃત્વા મૂર્તિપરિજ્ઞાનં ચૈતન્યસ્ય ન કિં ગુરુઃ ।
નિર્વેદસમતાયુક્ત્યા યસ્તારયતિ સંસૃતેઃ ॥ ૯-૬ ॥

વૈરાગ્ય, સમત્વ અને યુક્તિ દ્રારા ચૈતન્યના સ્વરૂપનું જ્ઞાન
કરી જે પોતાને સંસારમાંથી તારે છે, તે શું (પોતે.) ગુરુ નથી
(કે જેથી બીજા ગુરુની એને જરૂર પડે) ? ૬

પશ્ય ભૂતવિકારાંસ્ત્વં ભૂતમાત્રાન્ યથાર્થતઃ ।
તત્ક્ષણાદ્ બન્ધનિર્મુક્તઃ સ્વરૂપસ્થો ભવિષ્યસિ ॥ ૯-૭ ॥

તું (પંચમહા-)ભૂતનાં કાર્યોને વાસ્તવિક રીતે ભૂતમાત્ર
જો. તે ક્ષણે જ તું બંધનથી મુકત થઈ સ્વરૂપમાં સ્થિર બનીશ. ૮

વાસના એવ સંસાર ઇતિ સર્વાં વિમુઞ્ચ તાઃ ।
તત્ત્યાગો વાસનાત્યાગાત્સ્થિતિરદ્ય યથા તથા ॥ ૯-૮ ॥

વાસનાઓ જ સંસાર છે, તેથી તે બધીને ત્યજી દે;
વાસનાઓના ત્યાગથી સંસારનો ત્યાગ થઈ જશે, (અને) જે
(પરમ પદમાં) સ્થિતિ થવી જોઈએ તે આજે જ થઈ જશે. ૮

પ્રકરણ ૧૦ – ઉપશમપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
વિહાય વૈરિણં કામમર્થં ચાનર્થસંકુલમ્ ।
ધર્મમપ્યેતયોર્હેતું સર્વત્રાનાદરં કુરુ ॥ ૧૦-૧ ॥

અષ્ટાવક્રે કહ્યું : શત્રુરૂપ કામને, અનર્થથી ભરેલા અર્થને તેમ
જ એ બંનેના કારણરૂપ ધર્મને પણ ત્યજી દઈને બધેય અનાદર કર.૧

સ્વપ્નેન્દ્રજાલવત્ પશ્ય દિનાનિ ત્રીણિ પઞ્ચ વા ।
મિત્રક્ષેત્રધનાગારદારદાયાદિસમ્પદઃ ॥ ૧૦-૨ ॥

મિત્ર, જમીન, ધન, ઘર, સી, સગાંસંબંધી, ઈત્યાદિ સંપત્તિ
સ્વપ્ન અને ઇન્દ્રજાલની (જાદુગરીની) જેમ માત્ર ત્રણ કે પાંચ
દિવસની જ છે એમ જો. ર

યત્ર યત્ર ભવેત્તૃષ્ણા સંસારં વિદ્ધિ તત્ર વૈ ।
પ્રૌઢવૈરાગ્યમાશ્રિત્ય વીતતૃષ્ણઃ સુખી ભવ ॥ ૧૦-૩ ॥

જ્યાં જયાં તૃષ્ણા છે ત્યાં સંસાર છે એમ સમજ. માટે
બળવાન વૈરાગ્યનો આશય લઈને તુષ્ણા રહિત બની સુખી થા. ૩

તૃષ્ણામાત્રાત્મકો બન્ધસ્તન્નાશો મોક્ષ ઉચ્યતે ।
ભવાસંસક્તિમાત્રેણ પ્રાપ્તિતુષ્ટિર્મુહુર્મુહુઃ ॥ ૧૦-૪ ॥

બંધ તૃષ્ણા માત્ર સ્વરૂપનો છે, તેમ જ તે (તૃષ્ણા) નો
નાશ જ મોક્ષ કહેવાય છે. સંસાર પ્રત્યે અનાસક્તિ માત્રથી જ
વારંવાર આત્માની પ્રાપ્તિ અને તૃપ્તિ થાય છે. ૪

ત્વમેકશ્ચેતનઃ શુદ્ધો જડં વિશ્વમસત્તથા ।
અવિદ્યાપિ ન કિંચિત્સા કા બુભુત્સા તથાપિ તે ॥ ૧૦-૫ ॥

તું એક, શુદ્ધ અને ચેતન છે, અને વિશ્વ જડ અને
અસત છે. જે અવિદ્યા કરીને કહેવાય છે તે પણ કાંઈ જ નથી,
તો પછી (કાંઈ પણ) બનવાની ઈચ્છા તને કેમ હોઈ શકે? પ

રાજ્યં સુતાઃ કલત્રાણિ શરીરાણિ સુખાનિ ચ ।
સંસક્તસ્યાપિ નષ્ટાનિ તવ જન્મનિ જન્મનિ ॥ ૧૦-૬ ॥

રાજ્ય, પુત્રો, પત્નીઓ, શરીરો અને સુખો તું આસક્ત
હતો છતાં પણ જન્મોજન્મમાં નાશ પામી ગયાં. ૬

અલમર્થેન કામેન સુકૃતેનાપિ કર્મણા ।
એભ્યઃ સંસારકાન્તારે ન વિશ્રાન્તમભૂન્ મનઃ ॥ ૧૦-૭ ॥

અર્થ, કામ અને સુકૃત કર્મો પણ હવે બસ થયાં. આ
બધાથી (પણ) સંસારરૂપ વનમાં મન શાંત થયું નહિ. ૭

કૃતં ન કતિ જન્માનિ કાયેન મનસા ગિરા ।
દુઃખમાયાસદં કર્મ તદદ્યાપ્યુપરમ્યતામ્ ॥ ૧૦-૮ ॥

કેટલાક જન્મોમાં તે શરીર, મન (અને) વાચા વડે પરિશ્રમ
આપવાવાળું અને દુ:ખપ્રદ કર્મ નથી કર્યું તો હવે તો શાંત થા! ૮

પ્રકરણ ૧૧ – જ્ઞાનાષ્ટકપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
ભાવાભાવવિકારશ્ચ સ્વભાવાદિતિ નિશ્ચયી ।
નિર્વિકારો ગતક્લેશઃ સુખેનૈવોપશામ્યતિ ॥ ૧૧-૧ ॥

અષ્ટાવક્રે કહ્યું : ભાવ અને અભાવરૂપ (અર્થાત્ સૃષ્ટિ અને
નાશરૂપ) વિકાર સ્વભાવથી જ (અર્થાત્ માયાથી જ) થાય છે
એમ જેણે નિશ્ચય કર્યો છે, તેવો નિર્વિકાર અને ક્લેશરહિત મનુષ્ય
સહેલાઈથી જ શાંત બને છે. ૧

ઈશ્વરઃ સર્વનિર્માતા નેહાન્ય ઇતિ નિશ્ચયી ।
અન્તર્ગલિતસર્વાશઃ શાન્તઃ ક્વાપિ ન સજ્જતે ॥ ૧૧-૨ ॥

અહીં સર્વનું નિર્માણ કરનાર ઇશ્વર જ છે અને બીજો કોઈ
નથી એમ જેણે નિશ્ચય કર્યો છે અને જેની બધી આશા અંતકરણમાં
નાશ પામી છે તેવો શાંત મનુષ્ય કશે પણ આસક્ત થતો નથી. ર

આપદઃ સમ્પદઃ કાલે દૈવાદેવેતિ નિશ્ચયી ।
તૃપ્તઃ સ્વસ્થેન્દ્રિયો નિત્યં ન વાન્છતિ ન શોચતિ ॥ ૧૧-૩ ॥

સમય (સમય પર. આવતી) આપાત્ત અને સંપત્તિ
દૈવથી જ (આવે) છે એમ જેણે નિશ્ચય કર્યો છે તેવો સંતોષી
અને હમેશાં શાંત ઇન્દ્રિયોવાળો (કશાની) ઈચ્છા કરતો નથી,
તેમ જ (કશાનો) શોક (પણ) કરતો નથી. ૩

સુખદુઃખે જન્મમૃત્યૂ દૈવાદેવેતિ નિશ્ચયી ।
સાધ્યાદર્શી નિરાયાસઃ કુર્વન્નપિ ન લિપ્યતે ॥ ૧૧-૪ ॥

સુખ-દુઃખ (અને) જન્મ-મૃત્યુ દૈવથી જ (આવે)
છે એમ જેણે નિશ્ચય કર્યો છે, તેવો સાધ્ય કર્મને જોનારો અને
પરિશ્રમરહિત બનેલો મનુષ્ય કર્મ કરતો છતાં લેપાતો નથી. ૪

ચિન્તયા જાયતે દુઃખં નાન્યથેહેતિ નિશ્ચયી ।
તયા હીનઃ સુખી શાન્તઃ સર્વત્ર ગલિતસ્પૃહઃ ॥ ૧૧-૫ ॥

આ સંસારમાં ચિંતાને લઈને જ દુઃખ ઉત્પન્ન થાય છે અને
બીજી કોઈ રીતે થતું નથી એમ જેણે નિશ્ચય કર્યો છે તે (ચિતાથી)
રહિત (અને) સર્વત્ર સ્પૃહાહીન મનુષ્ય સુખી અને શાંત બને છે.૫

નાહં દેહો ન મે દેહો બોધોઽહમિતિ નિશ્ચયી ।
કૈવલ્યં ઇવ સમ્પ્રાપ્તો ન સ્મરત્યકૃતં કૃતમ્ ॥ ૧૧-૬ ॥

’હું દેહ નથી; દેહ મારો નથી, “હું” બોધરૂપ છું’ એવો
એણે નિશ્ચય કર્યો છે તેવો મોક્ષને પ્રાપ્ત થયેલો મનુષ્ય કરેલાં કે
ન કરેલાં કર્મોને સંભારતો નથી. ૬

આબ્રહ્મસ્તમ્બપર્યન્તમહમેવેતિ નિશ્ચયી ।
નિર્વિકલ્પઃ શુચિઃ શાન્તઃ પ્રાપ્તાપ્રાપ્તવિનિર્વૃતઃ ॥ ૧૧-૭ ॥

બ્રહ્માથી માંડીને તુણ સુધી “હું” જ રહ્યો છું એવો
નિશ્ચય કરનાર મનુષ્ય સંકલ્પરહિત, પવિત્ર, શાંત અને પ્રાપ્ત ને
અપ્રાપ્તથી રહિત બને છે. ૭

નાશ્ચર્યમિદં વિશ્વં ન કિંચિદિતિ નિશ્ચયી ।
નિર્વાસનઃ સ્ફૂર્તિમાત્રો ન કિંચિદિવ શામ્યતિ ॥ ૧૧-૮ ॥

આ અનેક આશ્ચર્ય (અર્થાત્ ચમત્કાર વાળું) વિશ્વ કાંઈ
જ નથી એવો નિશ્ચય કરનાર, વાસનારહિત અને કેવળ ચૈતન્યરૂપ
મનુષ્ય જાણે કાંઈ છે જ નહિ એમ શાંત બને છે. ૮

પ્રકરણ ૧ર – એવમેવાષ્ટકપ્રકરણ

જનક ઉવાચ ॥
કાયકૃત્યાસહઃ પૂર્વં તતો વાગ્વિસ્તરાસહઃ ।
અથ ચિન્તાસહસ્તસ્માદ્ એવમેવાહમાસ્થિતઃ ॥ ૧૨-૧ ॥

જનકે કહ્યું : પહેલાં શારોરિક કર્મોથી કંટાળેલો, પછી વાચાના
વિસ્તારથી કંટાળેલો અને છેવટે (મનના) ચિંતનથી કંટાળેલો
કોઈ એવી જ સ્થિતિમાં “હું” સ્થિત છું. ૧

પ્રીત્યભાવેન શબ્દાદેરદૃશ્યત્વેન ચાત્મનઃ ।
વિક્ષેપૈકાગ્રહૃદય એવમેવાહમાસ્થિતઃ ॥ ૧૨-૨ ॥

શબ્દ આદિ (વિષયોમાં) આસક્તિના અભાવથી અને
આત્મા અદ્દશ્ય હોવાથી કદીક વિક્ષેપયુકત તો કદીક
એકાગ્ર હદયવાળો હોઈ એવી જ સ્થિતિમાં “હું” સ્થિત છું. ર

સમાધ્યાસાદિવિક્ષિપ્તૌ વ્યવહારઃ સમાધયે ।
એવં વિલોક્ય નિયમં એવમેવાહમાસ્થિતઃ ॥ ૧૨-૩ ॥ ।

વિક્ષેપ-દશામાં (રહેલાને માટે) સમાધિ, આસન આદિ
તેમ જ સમાધિ દશા(માં રહેનારાને) માટે વ્યવહાર એવો
(ઊલટા-સુલટી) નિયમ જોઈને, એવી જ સ્થિતિમાં “હું” સ્થિત છું. ૩

હેયોપાદેયવિરહાદ્ એવં હર્ષવિષાદયોઃ ।
અભાવાદદ્ય હે બ્રહ્મન્ન્ એવમેવાહમાસ્થિતઃ ॥ ૧૨-૪ ॥

ત્યાજ્ય અને ગ્રાહ્યથી રહિત હોઈ તેમ જ હર્ષ અને
શોકનો અભાવ હોઈ, હે બ્રહ્મન્ (અષ્ટાવક્ર)! આજે એવી જ
સ્થિતિમાં “હું” સ્થિત છું. ૪

આશ્રમાનાશ્રમં ધ્યાનં ચિત્તસ્વીકૃતવર્જનમ્ ।
વિકલ્પં મમ વીક્ષ્યૈતૈરેવમેવાહમાસ્થિતઃ ॥ ૧૨-૫ ॥

આશ્રમમાં રહેવું કે આશ્રમથી પર જવું, ધ્યાન કરવું (કે
ન કરવું) મન (છે એમ) સ્વીકારવું કે ન સ્વીકારવું ઈત્યાદિ
વાતોમાં મારો વિકલ્પ હોઈ (એટલે કે આ બધી વાતો મારી
મરજી અનુસાર હોઈ) એવી જ સ્થિતિમાં “હું” સ્થિત છું. પ

કર્માનુષ્ઠાનમજ્ઞાનાદ્ યથૈવોપરમસ્તથા ।
બુધ્વા સમ્યગિદં તત્ત્વં એવમેવાહમાસ્થિતઃ ॥ ૧૨-૬ ॥

જેમ કર્મ કરવાં એ અજ્ઞાનનું જ કાર્ય છે તેમ કર્મ ન
કરવાં એ પણ અજ્ઞાનનું જ કાર્ય છે. આ તત્ત્વ બરાબર જાણી
એવી જ સ્થિતિમાં “હું” સ્થિત છે. ૬

અચિંત્યં ચિંત્યમાનોઽપિ ચિન્તારૂપં ભજત્યસૌ ।
ત્યક્ત્વા તદ્ભાવનં તસ્માદ્ એવમેવાહમાસ્થિતઃ ॥ ૧૨-૭ ॥

અચિંત્ય(બ્રહ્મ)નું ચિંતન કરનારો પણ ચિંતનરૂપ જ
થાય છે. આથી તો (અચિંત્ય)નું પણ ચિતન છોડી દઈને
એવી જ સ્થિતિમાં “હું” સ્થિત છું. ૭

એવમેવ કૃતં યેન સ કૃતાર્થો ભવેદસૌ ।
એવમેવ સ્વભાવો યઃ સ કૃતાર્થો ભવેદસૌ ॥ ૧૨-૮ ॥

જો આ પ્રમાણે (સ્થિતિ) કરી છે. તે કૃતકૃત્ય થાય છે.
જેનો આ પ્રમાણેનો સ્વભાવ જ બન્યો છે તે (પણ) કૃતકૃત્ય જ છે.

પ્રકરણ ૧૩ – યથાસુખપ્રકરણ

જનક ઉવાચ ॥
અકિઞ્ચનભવં સ્વાસ્થ્યં કૌપીનત્વેઽપિ દુર્લભમ્ ।
ત્યાગાદાને વિહાયાસ્માદહમાસે યથાસુખમ્ ॥ ૧૩-૧ ॥

જનકે કહ્યું : કાંઈ પણ ન હોવાથી ઉત્પન્ન થતી (માનસિક)
સ્વસ્થતા કૌપીન ધારણ કરવાથી પણ અપ્રાપ્ય છે. આથી
ત્યાગ અને ગ્રહણ (બંનેના વિચાર) છોડી દઈને “હું”
સુખપૂર્વક સ્થિત છું. ૧

કુત્રાપિ ખેદઃ કાયસ્ય જિહ્વા કુત્રાપિ ખેદ્યતે ।
મનઃ કુત્રાપિ તત્ત્યક્ત્વા પુરુષાર્થે સ્થિતઃ સુખમ્ ॥ ૧૩-૨ ॥

કશામાં શરીરનું દુઃખ તો કશામાં જીભ દુઃખી થાય,
તો વળી કશામાં મન ખેદ પામે. આ (બધું) છોડીને “હું”
(આત્મપ્રાપ્તિ) પુરુષાર્થમાં સુખપૂર્વક સ્થિત છું. ર

કૃતં કિમપિ નૈવ સ્યાદ્ ઇતિ સંચિન્ત્ય તત્ત્વતઃ ।
યદા યત્કર્તુમાયાતિ તત્ કૃત્વાસે યથાસુખમ્ ॥ ૧૩-૩ ॥

કોઈ પણ કર્મ કરાતું જ નથી એમ તત્ત્વદૃષ્ટિથી વિચાર
કરીને જે વખતે જે કર્મ (સહજ) આવી પડે છે તે કરીને હું
સુખપૂર્વક સ્થિત છું. ૩

કર્મનૈષ્કર્મ્યનિર્બન્ધભાવા દેહસ્થયોગિનઃ ।
સંયોગાયોગવિરહાદહમાસે યથાસુખમ્ ॥ ૧૩-૪ ॥

કર્મ અને નૈષ્કર્મ્યરૂપ બંધનના ખ્યાલો દેહાભિમાનવાળા
યોગીને જ (લાગે છે, પરંતુ મને. તો દેહ આદિના) સંયોગ
અથવા વિયોગની અભાવ હોઈ “હું” સુખપૂર્વક સ્થિત છું. ૪

અર્થાનર્થૌ ન મે સ્થિત્યા ગત્યા ન શયનેન વા ।
તિષ્ઠન્ ગચ્છન્ સ્વપન્ તસ્માદહમાસે યથાસુખમ્ ॥ ૧૩-૫ ॥

બેસવાથી કે ચાલવાથી કે સૂવાથી મને લાભ કે હાનિ થતી નથી.
આથી બેસતાં ચાલતાં અને સૂતાં છતાં “હું” સુખપૂર્વક સ્થિત છું. પ

સ્વપતો નાસ્તિ મે હાનિઃ સિદ્ધિર્યત્નવતો ન વા ।
નાશોલ્લાસૌ વિહાયાસ્મદહમાસે યથાસુખમ્ ॥ ૧૩-૬ ॥

સૂઈ રહું તો મને કાંઈ હાનિ નથી. અને યત્ન કરુ; તો
મને કાંઇ સિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. આથી લાભ અને હાનિ
બને ત્યજી દઈને “હું” સુખપૂર્વક સ્થિત છું. ૬

સુખાદિરૂપાનિયમાં ભાવેષ્વાલોક્ય ભૂરિશઃ ।
શુભાશુભે વિહાયાસ્માદહમાસે યથાસુખમ્ ॥ ૧૩-૭ ॥

વસ્તુઓમાં સુખ (દુઃખ) આદિરૂપ. જે અનિશ્ચિતપણું
તે વારંવાર જોઈને (અને) તેથી જ શુભ અને અશુભનો પરિ-
ત્યાગ કરીને “હું” સુખપૂર્વક સ્થિત છું. ૭

પ્રકરણ ૧૪ – શાન્તિચતુષ્કપ્રકરણ

જનક ઉવાચ ॥
પ્રકૃત્યા શૂન્યચિત્તો યઃ પ્રમોદાદ્ ભાવભાવનઃ ।
નિદ્રિતો બોધિત ઇવ ક્ષીણસંસરણો હિ સઃ ॥ ૧૪-૧ ॥

જનકે કહ્યું : જે સ્વભાવથી જ ચિત્તવૃતિવિહીન હોઈ માત્ર
આનંદ (મઝા)ને ખાતર જ (જગતની) વસ્તુઓની ભાવના
કરે છે, તે જાગતા જેવો લાગતાં છતાં ઊંઘતો હોઈ તેનો સંસાર
(રૂપી બંધ) ક્ષીણ બનેલો છે. ૧

ક્વ ધનાનિ ક્વ મિત્રાણિ ક્વ મે વિષયદસ્યવઃ ।
ક્વ શાસ્ત્રં ક્વ ચ વિજ્ઞાનં યદા મે ગલિતા સ્પૃહા ॥ ૧૪-૨ ॥

જયારે મારી કામના નષ્ટ થઈ છે ત્યારે મારે માટે ધન
શું, મિત્રો શું, વિષયોરૂપ ચોર શું, શાસ્ત્ર શું અને વિજ્ઞાન શું? ર

વિજ્ઞાતે સાક્ષિપુરુષે પરમાત્મનિ ચેશ્વરે ।
નૈરાશ્યે બંધમોક્ષે ચ ન ચિંતા મુક્તયે મમ ॥ ૧૪-૩ ॥

સાક્ષીપુરુષ (જીવાત્મા) અને પરમાત્મા ઈશ્વર, તેમ જ
નૈરાશ્ય અને બન્ધમોક્ષ (મને) જ્ઞાત હોઈ મુક્તિને માટે મને
ચિંતા નથી. ર

અંતર્વિકલ્પશૂન્યસ્ય બહિઃ સ્વચ્છન્દચારિણઃ ।
ભ્રાન્તસ્યેવ દશાસ્તાસ્તાસ્તાદૃશા એવ જાનતે ॥ ૧૪-૪ ॥

અંદરથી વિકલ્પરહિત અને બહારથી સ્વચ્છંદપણે વિચરનાર
ભ્રમિત બનેલા જેવા મારી જૂદી જૂદી અવસ્થાઓ માત્ર
તેના જેવા જ (અર્થાત તે સ્થિતિને પ્રાપ્ત થયેલા જ) જાણે છે. ૪

પ્રકરણ ૧૫ – તત્ત્વોપદેશપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
યથાતથોપદેશેન કૃતાર્થઃ સત્ત્વબુદ્ધિમાન્ ।
આજીવમપિ જિજ્ઞાસુઃ પરસ્તત્ર વિમુહ્યતિ ॥ ૧૫-૧ ॥

અષ્ટાવક બોલ્યા: સત્ત્વ અને બુદ્ધિયુકત (પુરુષ) જેવા
તેવા (અર્થાત્ થોડા માત્ર) ઉપદેશથી જ કૃતાર્થ બની જાય છે,
જ્યારે બીજો જીવન પર્યત જિજ્ઞાસુ હોવા છતાં તેમાં મોહ પામે છે. ૧

મોક્ષો વિષયવૈરસ્યં બન્ધો વૈષયિકો રસઃ ।
એતાવદેવ વિજ્ઞાનં યથેચ્છસિ તથા કુરુ ॥ ૧૫-૨ ॥

વિષયોમાંથી રસ જતો રહેવો એ જ મોક્ષ છે વિષયોમાં
રસ હોવો એ જ બંધ છે. આટલું જ માત્ર વિજ્ઞાન છે, (માટે)
જેમ ઈચ્છામાં આવે તેમ. કર. ર

વાગ્મિપ્રાજ્ઞામહોદ્યોગં જનં મૂકજડાલસમ્ ।
કરોતિ તત્ત્વબોધોઽયમતસ્ત્યક્તો બુભુક્ષભિઃ ॥ ૧૫-૩ ॥

આ તત્ત્વબોધ મૂંગા જડ અને આળસુ મનુષ્યને
(કમશ:) વાચાળ, બુદ્ધિમાન અને ઉદ્યોગી બનાવે છે. આથી
ભોગાભિલાષી મનુષ્યો વડે એ ત્યજાયેલો છે. ૩

ન ત્વં દેહો ન તે દેહો ભોક્તા કર્તા ન વા ભવાન્ ।
ચિદ્રૂપોઽસિ સદા સાક્ષી નિરપેક્ષઃ સુખં ચર ॥ ૧૫-૪ ॥

તું દેહ નથી, તેમ દેહ તારો નથી, તું ભોકતા કે કર્તા
પણ નથી, (તું તો) સદા ચિતસ્વરૂપ સાક્ષી અને કોઈના પર
પણ આધાર ન રાખનારો છે, માટે સુખપૂર્વક વિચર. ૪.

રાગદ્વેષૌ મનોધર્મૌ ન મનસ્તે કદાચન ।
નિર્વિકલ્પોઽસિ બોધાત્મા નિર્વિકારઃ સુખં ચર ॥ ૧૫-૫ ॥

રાગ અને દ્વેષ મનના ધર્મો છે અને મન તો તારું કદી પણ
છે જ નહિ. તું તો નિવિકલ્પ, બોધસ્વરૂપ, નિર્વિકાર
છે, (માટે) સખપૂર્વક વિચર. પ

સર્વભૂતેષુ ચાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।
વિજ્ઞાય નિરહઙ્કારો નિર્મમસ્ત્વં સુખી ભવ ॥ ૧૫-૬ ॥

સર્વ ભૂતોમાં પોતાના આત્મા અને પોતાના આત્મામાં
સર્વ ભૂતો (રહેલા) જાણીને અને અહંકાર અને મમત્વથી
રહિત બનીને તું સુખી થા. ૬

વિશ્વં સ્ફુરતિ યત્રેદં તરંગા ઇવ સાગરે ।
તત્ત્વમેવ ન સન્દેહશ્ચિન્મૂર્તે વિજ્વરો ભવ ॥ ૧૫-૭ ॥

સમુદ્રમાં તરંગોની જેમ જ્યાં આ વિશ્વ સ્ફૂરે છે, તે તું જ
છે, (તેમાં) સંદેહ નથી. હે ચિત્સ્વરૂપ! (જનક) સંતાપ રહિત થા.

શ્રદ્ધસ્વ તાત શ્રદ્ધસ્વ નાત્ર મોઽહં કુરુષ્વ ભોઃ ।
જ્ઞાનસ્વરૂપો ભગવાનાત્મા ત્વં પ્રકૃતેઃ પરઃ ॥ ૧૫-૮ ॥

સૌમ્ય! શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ, અહીં મોહ ન પામ.
તું જ્ઞાનસ્વરૂપ, ભગવાન, આત્મા, પ્રકૃતિથી પર છે. ૮

ગુણૈઃ સંવેષ્ટિતો દેહસ્તિષ્ઠત્યાયાતિ યાતિ ચ ।
આત્મા ન ગંતા નાગંતા કિમેનમનુશોચસિ ॥ ૧૫-૯ ॥

ગુણો સત્ત્વ, રજસ આ તમસ) વડે ઢંકાયલા દેહ સ્થિત
રહે છે, આવે છે અને જાય છે. આત્મા જતો પણ નથી અને
આવતો પણ નથી. શા માટે તું તેનો શોક કરે છે.? ૯

દેહસ્તિષ્ઠતુ કલ્પાન્તં ગચ્છત્વદ્યૈવ વા પુનઃ ।
ક્વ વૃદ્ધિઃ ક્વ ચ વા હાનિસ્તવ ચિન્માત્રરૂપિણઃ ॥ ૧૫-૧૦ ॥

દેહ કલ્પના અંત સુધી રહો કે પછી આજે જ પડો. તું કે
જે ચિન્માત્રસ્વરૂપ છે તેની (તેથી) શી વૃદ્ધિ છે કે શી હાનિ છે ?

ત્વય્યનંતમહામ્ભોધૌ વિશ્વવીચિઃ સ્વભાવતઃ ।
ઉદેતુ વાસ્તમાયાતુ ન તે વૃદ્ધિર્ન વા ક્ષતિઃ ॥ ૧૫-૧૧ ॥

તારારૂપી અનંત મહાસાગરમાં વિશ્વરૂપી તરંગ આપોઆપ
ઉદય પામો કે અસ્ત પામો, તેથી તારી વૃદ્ધિ પણ નથી
થતી કે હાનિ પણ નથી થતી. ૧૧

તાત ચિન્માત્રરૂપોઽસિ ન તે ભિન્નમિદં જગત્ ।
અતઃ કસ્ય કથં કુત્ર હેયોપાદેયકલ્પના ॥ ૧૫-૧૨ ॥

સૌમ્ય! તું ચિન્માત્રસ્વરૂપ છે; આ જગત તારાથી ભિન્ન
નથી, તો પછી ત્યાજ્ય અને ગ્રાહ્યની કલ્પના કોને, કેવી રીતે અને
કયાં હોઈ શકે? ૧૨

એકસ્મિન્નવ્યયે શાન્તે ચિદાકાશેઽમલે ત્વયિ ।
કુતો જન્મ કુતો કર્મ કુતોઽહઙ્કાર એવ ચ ॥ ૧૫-૧૩ ॥

એક,અવ્યય, શાંત, નિર્મળ, ચિદાકાશ એવા તારામાં
જન્મ કયાંથી, કર્મ ક્યાંથી તેમ જ અહંકાર પણ કયાંથી? ૧૩

યત્ત્વં પશ્યસિ તત્રૈકસ્ત્વમેવ પ્રતિભાસસે ।
કિં પૃથક્ ભાસતે સ્વર્ણાત્ કટકાંગદનૂપુરમ્ ॥ ૧૫-૧૪ ॥

જે જે તું જુએ છે, ત્યાં ત્યાં તું જ એકલો ભાસમાન થાય
છે. શું કહું, બાજુબંધ અને ઝાંઝર સોનાથી ભિન્ન ભાસે છે ખરાં?

અયં સોઽહમયં નાહં વિભાગમિતિ સંત્યજ ।
સર્વમાત્મેતિ નિશ્ચિત્ય નિઃસઙ્કલ્પઃ સુખી ભવ ॥ ૧૫-૧૫ ॥

(જે) આ છે તે “હું” છું. અને આ “હું” નથી એવા ભેદ-
ભાવને છોડી દે. બધું ય આત્મા જ છે એમ નિશ્ચય કરી સંકલ્પ.
રહિત બની સુખી થા. ૧૫

તવૈવાજ્ઞાનતો વિશ્વં ત્વમેકઃ પરમાર્થતઃ ।
ત્વત્તોઽન્યો નાસ્તિ સંસારી નાસંસારી ચ કશ્ચન ॥ ૧૫-૧૬ ॥

તારા અજ્ઞાનથી જ આ વિશ્વ ભાસે છે, પરંતુ વસ્તુતઃ
તો તું એકલો જ છે. તારાથી જુદો બીજો કોઈ સંસારી (અર્થાત્
બદ્ધ) ને અસંસારી (અર્થાત્ મુકત) છે જ નહિ. ૧૬

ભ્રાન્તિમાત્રમિદં વિશ્વં ન કિંચિદિતિ નિશ્ચયી ।
નિર્વાસનઃ સ્ફૂર્તિમાત્રો ન કિંચિદિવ શામ્યતિ ॥ ૧૫-૧૭ ॥

આ ભ્રાન્તિરૂપ વિશ્વ કાંઈ જ નથી એવો નિશ્ચય કરનાર,
વાસનારહિત અને કેવળ ચૈતન્યરૂપ મનુષ્ય જાણે કાંઈ છે જ નહિ,
તેમ શાંત બને છે. ૧૭

એક એવ ભવામ્ભોધાવાસીદસ્તિ ભવિષ્યતિ ।
ન તે બન્ધોઽસ્તિ મોક્ષો વા કૃત્યકૃત્યઃ સુખં ચર ॥ ૧૫-૧૮ ॥

સંસારસાગરમાં એક તું જ હતો, છે અને હોઈશ. તને
બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, માટે કૃતાર્થ હોઈ સુખી થા. ૧૮

મા સઙ્કલ્પવિકલ્પાભ્યાં ચિત્તં ક્ષોભય ચિન્મય ।
ઉપશામ્ય સુખં તિષ્ઠ સ્વાત્મન્યાનન્દવિગ્રહે ॥ ૧૫-૧૯ ॥

ચિત્સ્વરૂપ (જનક)! સંકલ્પ-વિકલ્પથી તારા ચિત્તનો
ક્ષોભ ન કર. શાંત બની આનંદ -સ્વરૂપ આત્મામાં સ્થિત થા. ૧૯

ત્યજૈવ ધ્યાનં સર્વત્ર મા કિંચિદ્ હૃદિ ધારય ।
આત્મા ત્વં મુક્ત એવાસિ કિં વિમૃશ્ય કરિષ્યસિ ॥ ૧૫-૨૦ ॥

ધ્યાનનો તો સર્વત્ર ત્યાગ કર અને હૃદયમાં કાંઈ પણ
સ્મરણ કર નહિ. તું આત્મા (હોઈ) મુકત જ છે તો પછી
વિચાર કરીને શું કરવાનો છે? ૧૦

પ્રકરણ ૧૬ – વિશેષજ્ઞાનોપદેશપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
આચક્ષ્વ શૃણુ વા તાત નાનાશાસ્ત્રાણ્યનેકશઃ ।
તથાપિ ન તવ સ્વાસ્થ્યં સર્વવિસ્મરણાદ્ ઋતે ॥ ૧૬-૧ ॥

અષ્ટાવકે કહ્યું : સૌમ્ય! વિવિધ શાસ્ત્રોને તું અનેકવાર કહે
અથવા સાંભળ, પરંતુ બધું ભૂલી જવા વિના તને શાંતિ થશે નહિ. ૧

ભોગં કર્મ સમાધિં વા કુરુ વિજ્ઞ તથાપિ તે ।
ચિત્તં નિરસ્તસર્વાશમત્યર્થં રોચયિષ્યતિ ॥ ૧૬-૨ ॥

જ્ઞાની (જનક)! ભોગ, કર્મ કે સમાધિ ગમે તે કર,
પરંતુ બધી આશાઓથી રહિત બન્યું હોવા છતાં તારુ ચિત્ત તને
અત્યંત લોભાવશે. ર

આયાસાત્સકલો દુઃખી નૈનં જાનાતિ કશ્ચન ।
અનેનૈવોપદેશેન ધન્યઃ પ્રાપ્નોતિ નિર્વૃતિમ્ ॥ ૧૬-૩ ॥

પરિશ્રમથી બધાય મનુષ્ય દુઃખી થાય છે (પરંતુ) એને
કોઈ જાણી શકતું નથી. આ ઉપદેશથી ધન્ય (કૃતાર્થ બનેલો)
નિર્વાણરૂપ પરમસુખને પામે છે. ૩

વ્યાપારે ખિદ્યતે યસ્તુ નિમેષોન્મેષયોરપિ ।
તસ્યાલસ્ય ધુરીણસ્ય સુખં નન્યસ્ય કસ્યચિત્ ॥ ૧૬-૪ ॥

જે (પુરુષ) આંખની મીંચવા-ઉધાડવાની ક્રિયાથી પણ
ખેદ પામે છે, તેવા આળસુઓના સરદારને જ સુખ પ્રાપ્ત થાય છે
બીજા કોઈને નહિ. ૪

ઇદં કૃતમિદં નેતિ દ્વંદ્વૈર્મુક્તં યદા મનઃ ।
ધર્માર્થકામમોક્ષેષુ નિરપેક્ષં તદા ભવેત્ ॥ ૧૬-૫ ॥

આ કર્યું અને આ નહિ આવા દ્વન્દ્વોથી મન જ્યારે મુકત બને
છે ત્યારે (તે) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રત્યે ઉદાસીન બને છે.

વિરક્તો વિષયદ્વેષ્ટા રાગી વિષયલોલુપઃ ।
ગ્રહમોક્ષવિહીનસ્તુ ન વિરક્તો ન રાગવાન્ ॥ ૧૬-૬ ॥

વિષયોનો દ્વેષી વિરકત છે, વિષયોમાં લોલુપ રાગી છે;
પરંતુ ગ્રહણ કે ત્યાગ વિનાનો (અર્થાત્ બંનેથી પર ગયેલો
જીવન્મુકત) વિરકત પણ નથી તેમ જ રાગી પણ નથી. ૬

હેયોપાદેયતા તાવત્સંસારવિટપાંકુરઃ ।
સ્પૃહા જીવતિ યાવદ્ વૈ નિર્વિચારદશાસ્પદમ્ ॥ ૧૬-૭ ॥

જયાં સુધી સ્પૃહા (તૃષ્ણા) જીવતી હોય છે; ત્યાં સુધી
જ ગ્રહણ અને ત્યાગની ભાવના સંસારૂપી વૃક્ષનો અંકુર ગણાય
છે. (એ સ્પૃહા ન હોય તો તે ગ્રહણ અને ત્યાગની ભાવના)
નિર્વિકલ્પ અવસ્થારૂપ જ છે. ૭

પ્રવૃત્તૌ જાયતે રાગો નિર્વૃત્તૌ દ્વેષ એવ હિ ।
નિર્દ્વન્દ્વો બાલવદ્ ધીમાન્ એવમેવ વ્યવસ્થિતઃ ॥ ૧૬-૮ ॥

પ્રવૃત્તિમાંથી આસક્તિ જન્મે છે; તેમ જ નિવૃતિમાંથી
દ્વેષ. આથી બુદ્ધિમાન અને દ્વન્દ્વરહિત પુરુષ બાળકની પેઠે જેમ
ને તેમ સ્થિત રહે છે. ૮

હાતુમિચ્છતિ સંસારં રાગી દુઃખજિહાસયા ।
વીતરાગો હિ નિર્દુઃખસ્તસ્મિન્નપિ ન ખિદ્યતિ ॥ ૧૬-૯ ॥

રાગી પુરુષ દુઃખથી દૂર થવાની ઈચ્છાથી સંસારને છોડવા
ઇચ્છે છે; પરંતુ રાગરહિત અને દુ:ખરહિત (વીતરાગી) પુરુષ તે
(સંસાર) માં પણ ખેદ પામતો નથી. ૯

યસ્યાભિમાનો મોક્ષેઽપિ દેહેઽપિ મમતા તથા ।
ન ચ જ્ઞાની ન વા યોગી કેવલં દુઃખભાગસૌ ॥ ૧૬-૧૦ ॥

જેને મોક્ષ વિષે પણ આસક્તિ છે; તેમ જ દેહમાં પણ
મમતા છે તે યોગી પણ નથી અને જ્ઞાની પણ નથી; પરંતુ
કેવળ દુઃખને જ પામે છે. ૧૦

હરો યદ્યુપદેષ્ટા તે હરિઃ કમલજોઽપિ વા ।
તથાપિ ન તવ સ્વાથ્યં સર્વવિસ્મરણાદૃતે ॥ ૧૬-૧૧ ॥

જો શંકર તારા ઉપદેશક થાય કે વિષ્ણુ અથવા કમળમાંથી
જન્મેલા (બ્રહ્મ) પણ ઉપદેશક થાય, તોપણ બધું ભૂલી જવા
સિવાય તને શાંતિ થવાની નથી. ૧૧

પ્રકરણ ૧૭ – તત્વસ્વરૂપપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
તેન જ્ઞાનફલં પ્રાપ્તં યોગાભ્યાસફલં તથા ।
તૃપ્તઃ સ્વચ્છેન્દ્રિયો નિત્યં એકાકી રમતે તુ યઃ ॥ ૧૭-૧ ॥

અષ્ટાવકે કહ્યું: જે પુરૂષ સંતોષી અને શુદ્ધ ઇંદ્રિયવાળો
હોઈ સદાય એકલો જ આનંદમાં રહે છે, તેણે જ જ્ઞાનનું ફળ અને
યોગાભ્યાસનું ફળ પ્રાપ્ત કર્યું છે. ૧

ન કદાચિજ્જગત્યસ્મિન્ તત્ત્વજ્ઞો હન્ત ખિદ્યતિ ।
યત એકેન તેનેદં પૂર્ણં બ્રહ્માણ્ડમણ્ડલમ્ ॥ ૧૭-૨ ॥

અહો! આ જગતમાં તત્વને જાણનારો કદી પણ ખેદ
પામતો નથી, કારણ કે તેના એકલા વડે જ આ બ્રહ્માણ્ડમંડલ
વ્યાપ્ત થયું છે. (અર્થાત તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ.) ર

ન જાતુ વિષયાઃ કેઽપિ સ્વારામં હર્ષયન્ત્યમી ।
સલ્લકીપલ્લવપ્રીતમિવેભં નિમ્બપલ્લવાઃ ॥ ૧૭-૩ ॥

શલ્લકી નામની વનસ્પતિનાં પાન ખાઈ આનંદિત થયેલા
હાથીને જેમ લીમડાનાં (કડવાં) પાન હર્ષ પમાડતાં નથી, તેમ
આત્મારામ પુરુષને આ કોઈ વિષયો કદી પણ હર્ષ પમાડતા નથી.૩

યસ્તુ ભોગેષુ ભુક્તેષુ ન ભવત્યધિવાસિતઃ ।
અભુક્તેષુ નિરાકાંક્ષી તદૃશો ભવદુર્લભઃ ॥ ૧૭-૪ ॥

જે મનુષ્ય ભોગવાયેલા ભોગોમાં આસક્ત થતો નથી અને ન
ભોગવાયેલા પ્રત્યે આકાંક્ષારહિત છે, તેવો મનુષ્ય સંસારમાં
દુર્લભ છે.૪

બુભુક્ષુરિહ સંસારે મુમુક્ષુરપિ દૃશ્યતે ।
ભોગમોક્ષનિરાકાંક્ષી વિરલો હિ મહાશયઃ ॥ ૧૭-૫ ॥

અહીં સંસારમાં ભોગેચ્છુ તેમ જ મોક્ષેચ્છુ દેખાય છે;
(પરંતુ) ભોગ અને મોક્ષ બંને પ્રત્યે નિરાકાંક્ષી મહાત્મા કોઈક
વિરલ જ હોય છે. પ

ધર્માર્થકામમોક્ષેષુ જીવિતે મરણે તથા ।
કસ્યાપ્યુદારચિત્તસ્ય હેયોપાદેયતા ન હિ ॥ ૧૭-૬ ॥

કોઈ ઉદાર બુદ્ધિવાળાને જ ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષ
તેમ જ જીવન અને મરણને માટે ત્યાજ્ય કે ગ્રાહ્યભાવ હોતો નથી. ૬

વાઞ્છા ન વિશ્વવિલયે ન દ્વેષસ્તસ્ય ચ સ્થિતૌ ।
યથા જીવિકયા તસ્માદ્ ધન્ય આસ્તે યથા સુખમ્ ॥ ૧૭-૭ ॥

વિશ્વના વિલયની ઈચ્છા નથી અને તે રહે તો દેષ નથી
આથી ધન્ય (કૃતાર્થ પુરુષ) સહજ મળતી આજીવિકા વડે
સુખપૂર્વક રહે છે. ૭

કૃતાર્થોઽનેન જ્ઞાનેનેત્યેવં ગલિતધીઃ કૃતી ।
પશ્યન્ શૃણ્વન્ સ્પૃશન્ જિઘ્રન્ન્ અશ્નન્નાસ્તે યથા સુખમ્ ॥ ૧૭-૮ ॥

આ જ્ઞાન વડે કૃતકૃત્ય બનેલો અને તેથી જ જેની બુદ્ધિ
લય પામી ગઈ છે તેવો કૃતાર્થ પુરુષ જોતો, સાંભળતો, સ્પર્શતો,
સૂંધતો અને ખાતો (અર્થાત્ ઈદ્રિયોના વિષયોને ભોગવતો)
સુખપૂર્વક રહે છે. ૮

શૂન્યા દૃષ્ટિર્વૃથા ચેષ્ટા વિકલાનીન્દ્રિયાણિ ચ ।
ન સ્પૃહા ન વિરક્તિર્વા ક્ષીણસંસારસાગરે ॥ ૧૭-૯ ॥

જ્યારે સંસારરૂપ સાગર ક્ષીણ થાય, ત્યાર દૃષ્ટિ શૂન્ય બને
છે; ક્રિયા નિરર્થક થાય છે, અને ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને છે; આસક્તિ
રહેતી નથી તેમ જ વિરક્તિ પણ થતી નથી. ૯

ન જાગર્તિ ન નિદ્રાતિ નોન્મીલતિ ન મીલતિ ।
અહો પરદશા ક્વાપિ વર્તતે મુક્તચેતસઃ ॥ ૧૭-૧૦ ॥

નથી જાગતો, નથી સૂતો, નથી આંખ ખોલતો કે નથી
બંધ કરતો. અહો, મનથી મુકત બનેલાની કેવી ઉત્કૃષ્ટ દશા થાય છે. ૧૦

સર્વત્ર દૃશ્યતે સ્વસ્થઃ સર્વત્ર વિમલાશયઃ ।
સમસ્તવાસના મુક્તો મુક્તઃ સર્વત્ર રાજતે ॥ ૧૭-૧૧ ॥

બધી વાસનાઓમાંથી મુકત બનેલો મુકત પુરુષ સર્વ
ઠેકાણે સ્વસ્થ દેખાય છે, સર્વત્ર નિર્મળ અંતઃકરણવાલો રહે છે
અને સર્વત્ર શોભે છે. ૧૧

પશ્યન્ શૃણ્વન્ સ્પૃશન્ જિઘ્રન્ન્ અશ્નન્
ગૃણ્હન્ વદન્ વ્રજન્ ।
ઈહિતાનીહિતૈર્મુક્તો મુક્ત એવ મહાશયઃ ॥ ૧૭-૧૨ ॥

ઈચ્છાઓ અને અનિચ્છાઓથી મુકત મહાત્મા જોતો
સાંભળતો, સ્પર્શતો, મૂકતો, ખાતો, ગ્રહણ કરતો, બોલતો, ચાલતે
(છતાં) મુક્ત જ છે. ૧૨

ન નિન્દતિ ન ચ સ્તૌતિ ન હૃષ્યતિ ન કુપ્યતિ ।
ન દદાતિ ન ગૃણ્હાતિ મુક્તઃ સર્વત્ર નીરસઃ ॥ ૧૭-૧૩ ॥

સર્વ ઠેકાણે રસરહિત મુકત પુરુષ નિદતો નથી, વખાણતો
નથી, ખુશ થતો નથી, નાખુશ થતો નથી, આપતો નથી
તેમ જ લેતો પણ નથી. ૧૩

સાનુરાગાં સ્ત્રિયં દૃષ્ટ્વા મૃત્યું વા સમુપસ્થિતમ્ ।
અવિહ્વલમનાઃ સ્વસ્થો મુક્ત એવ મહાશયઃ ॥ ૧૭-૧૪ ॥

પ્રીતિયુક્ત સ્ત્રી અથવા પાસે આવેલા મૃત્યુને જોઈને પણ જે
મહાત્મા અવિહ્વલ ચિત્તવાળો અને સ્વસ્થ રહે છે, તે મુકત જ છે.

સુખે દુઃખે નરે નાર્યાં સમ્પત્સુ ચ વિપત્સુ ચ ।
વિશેષો નૈવ ધીરસ્ય સર્વત્ર સમદર્શિનઃ ॥ ૧૭-૧૫ ॥

બધેય સમદર્શી, ધીર પુરુષને સુખમાં અને દુઃખમાં, સ્ત્રીમાં
અને પુરુષમાં, સંપત્તિમાં અને વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી.

ન હિંસા નૈવ કારુણ્યં નૌદ્ધત્યં ન ચ દીનતા ।
નાશ્ચર્યં નૈવ ચ ક્ષોભઃ ક્ષીણસંસરણે નરે ॥ ૧૭-૧૬ ॥

જન સંસાર નાશ પામ્યો છે તેવા મનુષ્યમાં નથી હિંસા, કે
કરુણા, નથી ઉદ્ધતાઈ કે નથી નમ્રતા, નથી ઐશ્વર્ય કે નથી ક્ષોભ.

ન મુક્તો વિષયદ્વેષ્ટા ન વા વિષયલોલુપઃ ।
અસંસક્તમના નિત્યં પ્રાપ્તાપ્રાપ્તમુપાશ્નુતે ॥ ૧૭-૧૭ ॥

મુકત પુરુષ વિષયોને ધિકકારતો નથી કે વિષયોમાં
આસક્ત પણ થતો નથી. સદા અનાસક્ત ચિત્તવાળો બની તે
પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુનો ઉપભોગ કરે છે ૧૭

સમાધાનસમાધાનહિતાહિતવિકલ્પનાઃ ।
શૂન્યચિત્તો ન જાનાતિ કૈવલ્યમિવ સંસ્થિતઃ ॥ ૧૭-૧૮ ॥

જેનુ ચિત્ત નાશ પામ્યુ (શૂન્ય) છે (સમાધાન કે અસમાધાન,
કે અહિત(ઈત્યાદિ)ની કલ્પનાને જાણતો નથી, (પરંતુ) કૈવલ્ય
(અર્થાત્ મોક્ષ) માં જ સ્થિર રહે છે. ૧૮

નિર્મમો નિરહંકારો ન કિંચિદિતિ નિશ્ચિતઃ ।
અન્તર્ગલિતસર્વાશઃ કુર્વન્નપિ કરોતિ ન ॥ ૧૭-૧૯ ॥

મમતારહિત, અહંતારહિત, કાંઈ જ નથી એવા નિશ્વય-
વાળો અને અંદરથી જેની બધી આશાઓ લય પામી ગઈ છે
એવો તે કર્મ કરતો છતાં લેપાતો નથી. ૧૯

મનઃપ્રકાશસંમોહસ્વપ્નજાડ્યવિવર્જિતઃ ।
દશાં કામપિ સમ્પ્રાપ્તો ભવેદ્ ગલિતમાનસઃ ॥ ૧૭-૨૦ ॥

જેનું મન ક્ષીણ બન્યું છે અને જે મનના પ્રકાશ
અંધકાર, સ્વપ્ન અને જડતા (અર્થાત્ સુષુપ્તિ)થી રહિત છે,
તે કોઈ (અવર્ણનીય) દશાને પ્રાપ્ત થાય છે. ૨૦

પ્રકરણ ૧૮ – શમપ્રકરણ

અષ્ટાવક્ર ઉવાચ ॥
યસ્ય બોધોદયે તાવત્સ્વપ્નવદ્ ભવતિ ભ્રમઃ ।
તસ્મૈ સુખૈકરૂપાય નમઃ શાન્તાય તેજસે ॥ ૧૮-૧ ॥

અષ્ટાવકે કહ્યું : જેના બોધના ઉદયથી (જગતરૂપ) ભ્રમ
સ્વપ્ન જેવો થઈ જાય છે, તે એકમાત્ર આનંદરૂપ અને શાંત
તેજને નમસ્કાર. હો. ૧

અર્જયિત્વાખિલાન્ અર્થાન્ ભોગાનાપ્નોતિ પુષ્કલાન્ ।
ન હિ સર્વપરિત્યાગમન્તરેણ સુખી ભવેત્ ॥ ૧૮-૨ ॥

સર્વ ધન કમાઈને પુષ્કળ ભોગોને (મનુષ્ય) પ્રાપ્ત કરે
છે; (પરંતુ) બધાના પરિત્યાગ વિના તે સુખી થતો જ નથી.

કર્તવ્યદુઃખમાર્તણ્ડજ્વાલાદગ્ધાન્તરાત્મનઃ ।
કુતઃ પ્રશમપીયૂષધારાસારમૃતે સુખમ્ ॥ ૧૮-૩ ॥

કર્મજન્ય દુઃખરૂપી સૂર્યની જવાળાથી જેનું અંતર બળી
ગયું છે તેને શાંતિરૂપી અમૃતધારાની વૃષ્ટિ વિના સુખ કયાંથી મળે?

ભવોઽયં ભાવનામાત્રો ન કિંચિત્ પરમર્થતઃ ।
નાસ્ત્યભાવઃ સ્વભાવાનાં ભાવાભાવવિભાવિનામ્ ॥ ૧૮-૪ ॥

આ સંસાર કલ્પના માત્ર જ છે અને પરમાર્થ દ્રષ્ટિથી
તો કાંઈ જ નથી. ભાવરૂપ અને અભાવરૂપ પદાર્થોમાં સ્થિત
બનેલા સ્વભાવનો અભાવ હોતો નથી. ૪

ન દૂરં ન ચ સંકોચાલ્લબ્ધમેવાત્મનઃ પદમ્ ।
નિર્વિકલ્પં નિરાયાસં નિર્વિકારં નિરંજનમ્ ॥ ૧૮-૫ ॥

આત્માનું સ્વરૂપ દૂર નથી તેમ જ સમીપમાં પણ નથી.
(અર્થાત્ પરિચ્છિન્ન નથી.) પરંતુ (તે) સંકલ્પ રહિત, પ્રયત્ન-
રહિત, વિકારરહિત અને શુદ્ધ એવું હમેશ પ્રાપ્ત જ છે. પ

વ્યામોહમાત્રવિરતૌ સ્વરૂપાદાનમાત્રતઃ ।
વીતશોકા વિરાજન્તે નિરાવરણદૃષ્ટયઃ ॥ ૧૮-૬ ॥

માત્ર મોહના નિવૃત થવાથી પોતાનાં સ્વરૂપનું માત્ર ગ્રહણ થતાં
શોકરહિત અને આવરણહીન દ્રષ્ટિવાળા (પુરુષો) શોભાયમાન થાય છે. ૬

સમસ્તં કલ્પનામાત્રમાત્મા મુક્તઃ સનાતનઃ ।
ઇતિ વિજ્ઞાય ધીરો હિ કિમભ્યસ્યતિ બાલવત્ ॥ ૧૮-૭ ॥

(આ) બધું (જગત) કલ્પના માત્ર છે અને આત્મા
મુક્ત (અને) નિત્ય છે, એમ જાણ્યા પછી ધીર પુરુષ બાળકની
જેમ શું ચેષ્ટા કરે છે ? ૭

આત્મા બ્રહ્મેતિ નિશ્ચિત્ય ભાવાભાવૌ ચ કલ્પિતૌ ।
નિષ્કામઃ કિં વિજાનાતિ કિં બ્રૂતે ચ કરોતિ કિમ્ ॥ ૧૮-૮ ॥

આત્મા બ્રહ્મ છે અને ભાવ તેમ જ અભાવ (અર્થાત્ સૃષ્ટિ
તેમજ પ્રલય) કલ્પના માત્ર છે, એમ નિશ્ચય કર્યા પછી-
નિષ્કામ મનુષ્ય જાણે છે શું, બોલે છે શુ અને કરે છે શું? ૮

અયં સોઽહમયં નાહં ઇતિ ક્ષીણા વિકલ્પના ।
સર્વમાત્મેતિ નિશ્ચિત્ય તૂષ્ણીમ્ભૂતસ્ય યોગિનઃ ॥ ૧૮-૯ ॥

બધું આત્મા જ છે એમ નિશ્ચય કર્યા પછી શાંત બનેલા
યોગીની આ “હું” છું, આ “હું” નથી, એવી કલ્પનાઓ નષ્ટ બની જાય છે. ૯

ન વિક્ષેપો ન ચૈકાગ્ર્યં નાતિબોધો ન મૂઢતા ।
ન સુખં ન ચ વા દુઃખં ઉપશાન્તસ્ય યોગિનઃ ॥ ૧૮-૧૦ ॥

શાંત બનેલા યોગીને નથી વિક્ષેપ કે નથી એકાગ્રતા, નથી
જ્ઞાન કે નથી મૂઢતા; નથી સુખ કે નથી દુઃખ. ૧૦

સ્વારાજ્યે ભૈક્ષવૃત્તૌ ચ લાભાલાભે જને વને ।
નિર્વિકલ્પસ્વભાવસ્ય ન વિશેષોઽસ્તિ યોગિનઃ ॥ ૧૮-૧૧ ॥

વિકલ્પહીન (બનેલા) સ્વભાવવાળા યોગીને સ્વરાજ્યમાં
કે ભિક્ષાવૃત્તિમાં, લાભમાં કે હાનિમાં, લોકોમાં કે જંગલમાં કાંઈજ
ફેર હોતો નથી. ૧૧

ક્વ ધર્મઃ ક્વ ચ વા કામઃ ક્વ ચાર્થઃ ક્વ વિવેકિતા ।
ઇદં કૃતમિદં નેતિ દ્વન્દ્વૈર્મુક્તસ્ય યોગિનઃ ॥ ૧૮-૧૨ ॥

દ્વન્દ્વોથી મુકત બનેલા યોગીને ધર્મ શો અને કામ શો
અને અર્થ શો અને ’ આ કર્યું અને આ નહિ ’ એવો વિવેક શો? ૧૨

કૃત્યં કિમપિ નૈવાસ્તિ ન કાપિ હૃદિ રંજના ।
યથા જીવનમેવેહ જીવન્મુક્તસ્ય યોગિનઃ ॥ ૧૮-૧૩ ॥

જીવન્મુકત યોગીને કશું કર્તવ્ય છે જ નહિ; તેમ જ અંતરમાં
કશી પણ આસક્ત નથી (તે) અહીં યથાપ્રાપ્ત જીવન (જીવે છે.)૧૩

ક્વ મોહઃ ક્વ ચ વા વિશ્વં ક્વ તદ્ ધ્યાનં ક્વ મુક્તતા ।
સર્વસંકલ્પસીમાયાં વિશ્રાન્તસ્ય મહાત્મનઃ ॥ ૧૮-૧૪ ॥

સર્વ સંકલ્પના અંત પર વિશ્રાંત બનેલા (અર્થાત્ સર્વ
સંકલ્પોના અંતને પામેલા) યોગીને મોહ કયાં અને વિશ્વ કયાં,
એનું ધ્યાન ક્યાં અને મુક્તિ ક્યાં? ૧૪

યેન વિશ્વમિદં દૃષ્ટં સ નાસ્તીતિ કરોતુ વૈ ।
નિર્વાસનઃ કિં કુરુતે પશ્યન્નપિ ન પશ્યતિ ॥ ૧૮-૧૫ ॥

જે આ વિશ્વ ને જોતો હોય તે ભલે એ નથી એમ કરો
(અર્થાત્ ગણો); પરંતુ વાસનારહિત પુરુષ શું કરે છે? (અર્થાત્
કાંઈ જ કરતો નથી); કારણ કે (તે) જોતો છતાં પણ જોતો નથી.

યેન દૃષ્ટં પરં બ્રહ્મ સોઽહં બ્રહ્મેતિ ચિન્તયેત્ ।
કિં ચિન્તયતિ નિશ્ચિન્તો દ્વિતીયં યો ન પશ્યતિ ॥ ૧૮-૧૬ ॥

જેણે પરબ્રહ્મ જોયું હોય તે ભણેલ “હું” બ્રહ્મ છું એમ
ચિંતન કરે. (પરંતુ) જે બીજું કશું જોતો જ નથી એવો
ચિંતનરહિત (મનુષ્ય) શાનું ચિતન કરે? ૧૬

દૃષ્ટો યેનાત્મવિક્ષેપો નિરોધં કુરુતે ત્વસૌ ।
ઉદારસ્તુ ન વિક્ષિપ્તઃ સાધ્યાભાવાત્કરોતિ કિમ્ ॥ ૧૮-૧૭ ॥

જે પોતાના આત્માનો વિક્ષેપ જોતો હોય તે ભલે તેનો
નિરોધ (અર્થાત્ ધ્યાન, સમાધિ ઈત્યાદિ) કરે; પરંતુ જ્ઞાની
પુરુષ વિક્ષિપ્ત બન્યો જ નથી તે સાધ્યના અભાવથી (અર્થાત્
તેને કાંઈ પણ સાધવાનું રહેવું જ ન હોવાથી) શું કરે? ૧૭

ધીરો લોકવિપર્યસ્તો વર્તમાનોઽપિ લોકવત્ ।
ન સમાધિં ન વિક્ષેપં ન લોપં સ્વસ્ય પશ્યતિ ॥ ૧૮-૧૮ ॥

લોકોની જેમ વર્તતો છતાં પણ લોક કરતાં જૂદો એવો
જ્ઞાની પોતાની સમાધિ કે વિક્ષેપ કે લેપ જોતો નથી. ૧૮

ભાવાભાવવિહીનો યસ્તૃપ્તો નિર્વાસનો બુધઃ ।
નૈવ કિંચિત્કૃતં તેન લોકદૃષ્ટ્યા વિકુર્વતા ॥ ૧૮-૧૯ ॥

જે જ્ઞાની ભાવ અને અભાવથી રહિત છે અને તૃપ્ત છે
તે લોકોની નજરે કરતો છતાં પણ કાંઈ જ કરતો નથી. ૧૯

પ્રવૃત્તૌ વા નિવૃત્તૌ વા નૈવ ધીરસ્ય દુર્ગ્રહઃ ।
યદા યત્કર્તુમાયાતિ તત્કૃત્વા તિષ્ઠતઃ સુખમ્ ॥ ૧૮-૨૦ ॥

જે વખતે જે કરવાનું આવી પડે તે કરીને આનંદથી રહેતા
જ્ઞાનીને પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં દુરાગ્રહ હોતો જ નથી. ૨૦

નિર્વાસનો નિરાલમ્બઃ સ્વચ્છન્દો મુક્તબન્ધનઃ ।
ક્ષિપ્તઃ સંસ્કારવાતેન ચેષ્ટતે શુષ્કપર્ણવત્ ॥ ૧૮-૨૧ ॥

વાસનારહિત, કોઈના ઉપર પણ આધાર ન રાખનારો,
સ્વચ્છંદ અને બંધનોમાંથી છૂટેલો (મનુષ્ય) સંસારરૂપી પવન
વડે પ્રેરિત બની સૂકાં પાંદડાંની જેમ ચેષ્ટા કરે છે. ૨૧

અસંસારસ્ય તુ ક્વાપિ ન હર્ષો ન વિષાદતા ।
સ શીતલમના નિત્યં વિદેહ ઇવ રાજયે ॥ ૧૮-૨૨ ॥

અસંસારી (અર્થાત્ જ્ઞાની)ને કશે પણ હર્ષ નથી કે
શોક નથી શીતળ મનવાળો તે હંમેશ દેહરહિતની જેમ શોભે છે

કુત્રાપિ ન જિહાસાસ્તિ નાશો વાપિ ન કુત્રચિત્ ।
આત્મારામસ્ય ધીરસ્ય શીતલાચ્છતરાત્મનઃ ॥ ૧૮-૨૩ ॥

શાંત અને શુદ્ધ આત્માવાળા અને આત્મામાં જ સ્થિર
બનેલા ધીર પુરુષને કશું પણ ત્યજવાની ઈચ્છા હોતી નથી;
તેમ જ કશું મેળવાની પણ આશા હોતી નથી. ૨૩

પ્રકૃત્યા શૂન્યચિત્તસ્ય કુર્વતોઽસ્ય યદૃચ્છયા ।
પ્રાકૃતસ્યેવ ધીરસ્ય ન માનો નાવમાનતા ॥ ૧૮-૨૪ ॥

સ્વભાવથી જ શૂન્ય ચિત્તવાળા અને સહજ કર્મ કરતા ધીર
પુરુષને સામાન્ય મનુષ્યની જેમ માન કે અપમાન લાગતાં નથી.૨૪

કૃતં દેહેન કર્મેદં ન મયા શુદ્ધરૂપિણા ।
ઇતિ ચિન્તાનુરોધી યઃ કુર્વન્નપિ કરોતિ ન ॥ ૧૮-૨૫ ॥

’આ કર્મ દેહ વડે થયું છે અને નહિ કે શુદ્ધ આત્મ
સ્વરૂપ એવા મારા વડે’ એમ જે સતત ચિતન કરે છે તે
(કર્મ) કરતો છતાં પણ (કાંઈ જ) કરતો નથી. ૨૫

અતદ્વાદીવ કુરુતે ન ભવેદપિ બાલિશઃ ।
જીવન્મુક્તઃ સુખી શ્રીમાન્ સંસરન્નપિ શોભતે ॥ ૧૮-૨૬ ॥

એમ ન કહેનારા (અર્થાત્ સામાન્ય માણસ)ની જેમ તે
કર્મ કરે છે; છતાં પણ તે નાદાન હોતો નથી. એવો સુખી અને
શ્રીમાન જીવન્મુક્ત સંસારમાં રહેવા છતાં શોભે છે. ૨૬

નાનાવિચારસુશ્રાન્તો ધીરો વિશ્રાન્તિમાગતઃ ।
ન કલ્પતે ન જાતિ ન શૃણોતિ ન પશ્યતિ ॥ ૧૮-૨૭ ॥

અનેક પ્રકારના વિચારોથી થાકી ગયેલો અને તેથી જ શાંત બનેલો
ધીર પુરુષકલ્પના કરતો નથી, જાણતો નથી,સાંભળતો નથી, જોતો નથી.૨૭

અસમાધેરવિક્ષેપાન્ ન મુમુક્ષુર્ન ચેતરઃ ।
નિશ્ચિત્ય કલ્પિતં પશ્યન્ બ્રહ્મૈવાસ્તે મહાશયઃ ॥ ૧૮-૨૮ ॥

જ્ઞાની પુરુષ સમાધિના અભાવને લીધે મુમુક્ષુ નથી; તેમજ
વિક્ષેપના અભાવથી તેમનાથી. ઊલટો (અર્થાત્ બદ્ધ) પણ નથી; પરંતુ
બ્રહ્માશ્રય કરીને (આ બધાને) કલ્પનામય જોતો બ્રહ્મરૂપે જ રહે છે. ૨૮

યસ્યાન્તઃ સ્યાદહંકારો ન કરોતિ કરોતિ સઃ ।
નિરહંકારધીરેણ ન કિંચિદકૃતં કૃતમ્ ॥ ૧૮-૨૯ ॥

જેનામાં અહંકાર છે તે કાંઈ ન કરે તોપણ કર્મ કરે જ છે.
જયારે અહંકારરહિત ધીર પુરુષને તો કાંઈ પણ અકૃત અથવા
(ન કરેલું અથવા કરેલું) છે જ નહિ. ૨૯

નોદ્વિગ્નં ન ચ સન્તુષ્ટમકર્તૃ સ્પન્દવર્જિતમ્ ।
નિરાશં ગતસન્દેહં ચિત્તં મુક્તસ્ય રાજતે ॥ ૧૮-૩૦ ॥

ઉદ્વેગરહિત તેમ જ સંતોષરહિત, અકર્તૃ, (સંકલ્પરૂપ)
સ્પંદરહિત નિરાશ અને સંદેહહીન એવું મુક્તનું ચિત્ત શોભે છે. ૩૦.

નિર્ધ્યાતું ચેષ્ટિતું વાપિ યચ્ચિત્તં ન પ્રવર્તતે ।
નિર્નિમિત્તમિદં કિંતુ નિર્ધ્યાયેતિ વિચેષ્ટતે ॥ ૧૮-૩૧ ॥

ધીર પુરુષનું ચિત્ત ધ્યાન કરવાને અથવા ક્રિયા કરવાને
પ્રવૃત થતું નથી, પરંતુ તે કાંઈ પણ નિમિત્ત ન હોવા છતાં
(યથાપ્રાપ્ત) ધ્યાન ।કરે છે અને ક્રિયા કરે છે. ।૩૧

તત્ત્વં યથાર્થમાકર્ણ્ય મન્દઃ પ્રાપ્નોતિ મૂઢતામ્ ।
અથવા યાતિ સંકોચમમૂઢઃ કોઽપિ મૂઢવત્ ॥ ૧૮-૩૨ ॥

સત્ય તત્ત્વને સાંભળીને જડ મનુષ્ય મૂઢ બને છે અથવા
સંકોચ (ગભરાટ)ને પ્રાપ્ત કરે છે. કોઈ બુદ્ધિમાન પુરુષની દશા
પણ (બાહ્યદષ્ટિથી તો) મૂઢના જેવી જ થાય છે. ૩૨

એકાગ્રતા નિરોધો વા મૂઢૈરભ્યસ્યતે ભૃશમ્ ।
ધીરાઃ કૃત્યં ન પશ્યન્તિ સુપ્તવત્સ્વપદે સ્થિતાઃ ॥ ૧૮-૩૩ ॥

મૂઢ મનુષ્યો એકાગ્રતા અથવા (ચિત્ત) નિરોધનો વારંવાર
અભ્યાસ કરે છે, પરંતુ જ્ઞાનીઓ તો આત્મપદમાં સૂતેલાની જેમ
સ્થિર બનેલા હોઈ કાંઈ કરવાપણું જોતા જ નથી. ૩૩

અપ્રયત્નાત્ પ્રયત્નાદ્ વા મૂઢો નાપ્નોતિ નિર્વૃતિમ્ ।
તત્ત્વનિશ્ચયમાત્રેણ પ્રાજ્ઞો ભવતિ નિર્વૃતઃ ॥ ૧૮-૩૪ ॥

પ્રયત્ન ન કરવાથી અથવા પ્રયત્ન વડે પણ મૂઢ મનુષ્ય
સુખ પામતો નથી, જ્યારે માત્ર તત્વનો નિશ્ચય થતાં જ બુદ્ધિમાન
મનુષ્ય સુખી બને છે. ૩૪

શુદ્ધં બુદ્ધં પ્રિયં પૂર્ણં નિષ્પ્રપંચં નિરામયમ્ ।
આત્માનં તં ન જાનન્તિ તત્રાભ્યાસપરા જનાઃ ॥ ૧૮-૩૫ ॥

શુદ્ધ, શુદ્ધ. પ્રિય, પૂર્ણ, પ્રપંચરહિત અને દુઃખરહિત એવા
એ આત્માને તેના અભ્યાસમાં પરાયણ રહેનારા લોકો જાણતા નથી.૩૫

નાપ્નોતિ કર્મણા મોક્ષં વિમૂઢોઽભ્યાસરૂપિણા ।
ધન્યો વિજ્ઞાનમાત્રેણ મુક્તસ્તિષ્ઠત્યવિક્રિયઃ ॥ ૧૮-૩૬ ॥

મૂઢ પુરુષ અભ્યાસરૂપ કર્મ વડે મોક્ષને પ્રાપ્ત કરી શકતો
નથી. જ્ઞાની પુરુષ વિજ્ઞાન માત્રથી જ મુકત અને નિર્વિકાર બને છે.૩૬

મૂઢો નાપ્નોતિ તદ્ બ્રહ્મ યતો ભવિતુમિચ્છતિ ।
અનિચ્છન્નપિ ધીરો હિ પરબ્રહ્મસ્વરૂપભાક્ ॥ ૧૮-૩૭ ॥

મૂઢ પુરુષ બ્રહ્મરૂપ બનવા ઇચ્છે અને તેથી જ તે તેને
મેળવી શકતો નથી. જયારે ધીર પુરુષ ઇચ્છતો ન હોવા છતાં પર-
બ્રહ્મસ્વરૂપ જ છે. ૩૭

નિરાધારા ગ્રહવ્યગ્રા મૂઢાઃ સંસારપોષકાઃ ।
એતસ્યાનર્થમૂલસ્ય મૂલચ્છેદઃ કૃતો બુધૈઃ ॥ ૧૮-૩૮ ॥

આધારહિત એવા દુરાગ્રહવાળા મૂઢો જ સંસારનું પોષણ
કરવાવાળા છે. આ અનર્થના મૂળ (–રૂપ સંસાર)ના મૂળનો
જ્ઞાનીઓએ ઉચ્છેદ કર્યો છે. ૩૮

ન શાન્તિં લભતે મૂઢો યતઃ શમિતુમિચ્છતિ ।
ધીરસ્તત્ત્વં વિનિશ્ચિત્ય સર્વદા શાન્તમાનસઃ ॥ ૧૮-૩૯ ॥

મૂઢ મનુષ્ય શાંત બનવા ઇચ્છે છે, તેથી જ શાંતિ પામતો
નથી. ધીર પુરુષ તત્ત્વનો નિશ્ચય કરીને સર્વદા શાંત ચિત્તવાળો જ રહેછે. ૩૯

ક્વાત્મનો દર્શનં તસ્ય યદ્ દૃષ્ટમવલમ્બતે ।
ધીરાસ્તં તં ન પશ્યન્તિ પશ્યન્ત્યાત્માનમવ્યયમ્ ॥ ૧૮-૪૦ ॥

(બાહ્ય) દૃશ્ય પદાર્થોનું અવલંબન કરતો હોય તે (મૂઢ) ને
આત્માનું દર્શન કયાંથી થાય? પણ ધીર પુરુષ તે દૃશ્ય પદાર્થને
જોતા નથી (તેથી) અવ્યય આત્માને જાએ છે. ૪૦

ક્વ નિરોધો વિમૂઢસ્ય યો નિર્બન્ધં કરોતિ વૈ ।
સ્વારામસ્યૈવ ધીરસ્ય સર્વદાસાવકૃત્રિમઃ ॥ ૧૮-૪૧ ॥

જે હઠથી પ્રયત્ન કરે છે, તે મૂઢ પુરુષને (ચિત્તનો)
નિરોધ કયાંથી થાય? આત્મામાં વિશ્રાંતિ લેનાર ધીર પુરુષને જ
એ (નિરોધ) સર્વદા અને અકૃત્રિમ (સહજ) હોય છે. ૪૧

ભાવસ્ય ભાવકઃ કશ્ચિન્ ન કિંચિદ્ ભાવકોપરઃ ।
ઉભયાભાવકઃ કશ્ચિદ્ એવમેવ નિરાકુલઃ ॥ ૧૮-૪૨ ॥

કોઈ ભાવરૂપ(પ્રપંચ) ને સત્ય માનવાવાળો છે, તો બીજો કોઈ
કશું જ નથી એમ માનવાવાળો છે. કોઈ એ બંને (અર્થાત્ ભાવ
અને અભાવ) ને નહિ માનવાવાળો જેની તે સ્થિતિમાં શાંત રહે છે. ૪૨

શુદ્ધમદ્વયમાત્માનં ભાવયન્તિ કુબુદ્ધયઃ ।
ન તુ જાનન્તિ સંમોહાદ્યાવજ્જીવમનિર્વૃતાઃ ॥ ૧૮-૪૩ ॥

દુર્બુદ્ધિ પુરુષો શુદ્ધ અને અદ્વિતીય આત્માની ભાવના
કરે છે; પરંતુ મોહને લીધે જાણતા નથી. આથી જ સારાયે જીવન
ભર તેઓ સુખરહિત રહે છે. ૪૩

મુમુક્ષોર્બુદ્ધિરાલમ્બમન્તરેણ ન વિદ્યતે ।
નિરાલમ્બૈવ નિષ્કામા બુદ્ધિર્મુક્તસ્ય સર્વદા ॥ ૧૮-૪૪ ॥

મુમુક્ષુની બુદ્ધિ (સાંસારિક વિષયના) આલંબન વિના
રહી શકતી નથી. મુક્તની બુદ્ધિ સર્વદા નિષ્કામ અને આલંબન-
રહિત જ હોય છે. ૪૪

વિષયદ્વીપિનો વીક્ષ્ય ચકિતાઃ શરણાર્થિનઃ ।
વિશન્તિ ઝટિતિ ક્રોડં નિરોધૈકાગ્રસિદ્ધયે ॥ ૧૮-૪૫ ॥

વિષયોરૂપ હાથીઓને જોઈને ગભરાયેલા અને શરણને
ઇચ્છતા (મૂઢો) ચિત્તના નિરોધ અને એકાગ્રતાની સિદ્ધિને માટે
જલ્દીથી પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે. ૪૫

નિર્વાસનં હરિં દૃષ્ટ્વા તૂષ્ણીં વિષયદન્તિનઃ ।
પલાયન્તે ન શક્તાસ્તે સેવન્તે કૃતચાટવઃ ॥ ૧૮-૪૬ ॥

વાસનારહિત (પુરુષરૂપી) સિંહને જોઈને વિષયોરૂપ હાથીઓ
છાનામાના ભાગી જાય છે અને અસમર્થ અને ક્રિયામાં આસક્ત
રહેનારા તે (મૂઢો) તે વાસનારહિત પુરુષની સેવા કરે છે. ૪૬

ન મુક્તિકારિકાં ધત્તે નિઃશઙ્કો યુક્તમાનસઃ ।
પશ્યન્ શૃણ્વન્ સ્પૃશન્ જિઘ્રન્નશ્નન્નાસ્તે યથાસુખમ્ ॥ ૧૮-૪૭ ॥

નિઃશંક અને સ્થિર મનવાળો મનુષ્ય મોક્ષને માટેની
ક્રિયાઓ (સાધનાઓ) ને ધારણ કરતો નથી, પણ જોતો, સાંભળતો;
સ્પર્શતો, સૂંધતો, ખાતો સુખપૂર્વક રહે છે. ૪૭

વસ્તુશ્રવણમાત્રેણ શુદ્ધબુદ્ધિર્નિરાકુલઃ ।
નૈવાચારમનાચારમૌદાસ્યં વા પ્રપશ્યતિ ॥ ૧૮-૪૮ ॥

યથાર્થ વસ્તુના શ્રવણમાત્રથી જ શુદ્ધ બનેલી બુદ્ધિવાળો
અને સ્વસ્થ મનુષ્ય કર્મ, વિકર્મ કે ઉદાસીનતા (અકર્મ) જોતો નથી. ૪૮

યદા યત્કર્તુમાયાતિ તદા તત્કુરુતે ઋજુઃ ।
શુભં વાપ્યશુભં વાપિ તસ્ય ચેષ્ટા હિ બાલવત્ ॥ ૧૮-૪૯ ॥

શુભ કે અશુભ જ્યારે જે કરવાનું આવે તે એ સરળ
મનુષ્ય કરે છે; કારણ કે તેની ચેષ્ટા બાળક જેવી છે. ૪૯

સ્વાતંત્ર્યાત્સુખમાપ્નોતિ સ્વાતંત્ર્યાલ્લભતે પરમ્ ।
સ્વાતંત્ર્યાન્નિર્વૃતિં ગચ્છેત્સ્વાતંત્ર્યાત્ પરમં પદમ્ ॥ ૧૮-૫૦ ॥

સ્વતંત્રતાથી (જ્ઞાની) સુખને પામે છે, સ્વતંત્રતાથી પર-
(બ્રહ્મ)ને મેળવે છે, સ્વતંત્રતાથી પરમસુખને પ્રાપ્ત કરે છે,
સ્વતંત્રતાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. ૫૦

અકર્તૃત્વમભોક્તૃત્વં સ્વાત્મનો મન્યતે યદા ।
તદા ક્ષીણા ભવન્ત્યેવ સમસ્તાશ્ચિત્તવૃત્તયઃ ॥ ૧૮-૫૧ ॥

જયારે (મનુષ્ય) પોતાના આત્માને અકર્તા અને
અભોકતા માને છે, ત્યારે બધી ચિત્તવૃત્તિઓ ક્ષીણ બને છે. પ૧

ઉચ્છૃંખલાપ્યકૃતિકા સ્થિતિર્ધીરસ્ય રાજતે ।
ન તુ સસ્પૃહચિત્તસ્ય શાન્તિર્મૂઢસ્ય કૃત્રિમા ॥ ૧૮-૫૨ ॥

ધીર પુરુષની, ઉચ્છૃંખલ હોય તોપણ સ્વાભાવિક સ્થિતિ શોભે
છે; પરંતુ સ્પૃહાયુકત ચિત્તવાળા મૂઢની શાંતિ કૃત્રિમ હોઈ શોભતી નથી.૫૨

વિલસન્તિ મહાભોગૈર્વિશન્તિ ગિરિગહ્વરાન્ ।
નિરસ્તકલ્પના ધીરા અબદ્ધા મુક્તબુદ્ધયઃ ॥ ૧૮-૫૩ ॥

જેઓએ કલ્પનાનો ત્યાગ કર્યો છે, જેઓ બંધનરહિત છે
અને જેઓની બુદ્ધિ મુકત છે, એવા ધીર પુરુષો મોટા ભોગો
ભોગવે છે અને પર્વતની ગુફાઓમાં પણ પ્રવેશ કરે છે. પ૩

શ્રોત્રિયં દેવતાં તીર્થમઙ્ગનાં ભૂપતિં પ્રિયમ્ ।
દૃષ્ટ્વા સમ્પૂજ્ય ધીરસ્ય ન કાપિ હૃદિ વાસના ॥ ૧૮-૫૪ ॥

પંડિત, દેવતા, તીર્થ, સ્ત્રી, રાજ અને પ્રિયજનને કોઈને
સન્માન કરતા ધીર પુરુષના હૃદયમાં કોઈ વાસના હોતી નથી. પ૪

ભૃત્યૈઃ પુત્રૈઃ કલત્રૈશ્ચ દૌહિત્રૈશ્ચાપિ ગોત્રજૈઃ ।
વિહસ્ય ધિક્કૃતો યોગી ન યાતિ વિકૃતિં મનાક્ ॥ ૧૮-૫૫ ॥

નોકરો, પુત્રો, પત્નીઓ, છોકરીના છોકરાઓ અને સગાં-
ઓથી મશ્કરી કરાઈને ધિક્કાર પામ્યા છતાં યોગી જરા પણ વિકાર
(ક્રોધ કે ગ્લાનિ)ને પામતો નથી. પપ

સન્તુષ્ટોઽપિ ન સન્તુષ્ટઃ ખિન્નોઽપિ ન ચ ખિદ્યતે ।
તસ્યાશ્ચર્યદશાં તાં તાં તાદૃશા એવ જાનતે ॥ ૧૮-૫૬ ॥

ધીર પુરુષ સંતુષ્ટ છે છતાં સંતુષ્ટ નથી, અને ખિન્ન હોય
છતાં ખેદ પામતો નથી. તેની એવી આશ્ચર્યભરી અવસ્થા તો
તેના જેવા જ જાણે. ૫૬

કર્તવ્યતૈવ સંસારો ન તાં પશ્યન્તિ સૂરયઃ ।
શૂન્યાકારા નિરાકારા નિર્વિકારા નિરામયાઃ ॥ ૧૮-૫૭ ॥

કરવાપણું એ જ સંસાર છે. તેને શૂન્યાકાર, આકારરહિત,
વિકારરહિત અને દુઃખરહિત જ્ઞાનીઓ જોતા નથી. પ૭

અકુર્વન્નપિ સઙ્ક્ષોભાદ્ વ્યગ્રઃ સર્વત્ર મૂઢધીઃ ।
કુર્વન્નપિ તુ કૃત્યાનિ કુશલો હિ નિરાકુલઃ ॥ ૧૮-૫૮ ॥

મૂઢબુદ્ધિવાળો ન કરતો છતાં પણ ક્ષોભને લઈને બધે વ્યાકુળ
છે, પરંતુ કુશળ પુરુષ કર્મો કરતો છતાં આકુળ થતો નથી. ૫૮

સુખમાસ્તે સુખં શેતે સુખમાયાતિ યાતિ ચ ।
સુખં વક્તિ સુખં ભુંક્તે વ્યવહારેઽપિ શાન્તધીઃ ॥ ૧૮-૫૯ ॥

શાંત બુદ્ધિવાળો વ્યવહારમાં પણ સુખે બેસે છે. સૂખે સુએ છે,
સુખે આવે – જાય છે સુખે બોલે છે અને સુખે ખાય છે પ૯

સ્વભાવાદ્યસ્ય નૈવાર્તિર્લોકવદ્ વ્યવહારિણઃ ।
મહાહૃદ ઇવાક્ષોભ્યો ગતક્લેશઃ સુશોભતે ॥ ૧૮-૬૦ ॥

લોકની જેમ વ્યવહાર કરનાર (હોવા છતાં) જેને સ્વભાવથી
જ દુઃખ થતું નથી તે (મનુષ્ય) મોટાં સરોવરની જેમ ક્ષોભરહિત
ક્લેશરહિત હોઈ શોભે છે. ૬૦

નિવૃત્તિરપિ મૂઢસ્ય પ્રવૃત્તિરુપજાયતે ।
પ્રવૃત્તિરપિ ધીરસ્ય નિવૃત્તિફલભાગિની ॥ ૧૮-૬૧ ॥

મૂઢની નિવૃત્તિ પણ પ્રવૃત્તિ જ બને છે, જ્યારે ધીર
પુરુષની પ્રવૃત્તિ પણ નિવૃત્તિનું ફળ આપે છે. ૬૧

પરિગ્રહેષુ વૈરાગ્યં પ્રાયો મૂઢસ્ય દૃશ્યતે ।
દેહે વિગલિતાશસ્ય ક્વ રાગઃ ક્વ વિરાગતા ॥ ૧૮-૬૨ ॥

(ગૃહ, સ્ત્રી આદિ) પરિગ્રહોમાં વૈરાગ્ય તો વિશેષ કરીને
મૂઢનો જ દેખાય છે. દેહમાંથી જેની આશા ક્ષીણ થઈ ગઈ તેવાને
રાગ શાનો અને વૈરાગ્ય શાનો ? ૬૨

ભાવનાભાવનાસક્તા દૃષ્ટિર્મૂઢસ્ય સર્વદા ।
ભાવ્યભાવનયા સા તુ સ્વસ્થસ્યાદૃષ્ટિરૂપિણી ॥ ૧૮-૬૩ ॥

મૂઢની દૃષ્ટિ સર્વદા ભાવના અને અભાવનામાં લાગેલી રહે
છે; પરંતુ શાંત મનુષ્યની તે (દૃષ્ટિ) દૃશ્યની ભાવના કરવા છતાં
અદૃષ્ટિરૂપ જ રહે છે. ૬૩

સર્વારમ્ભેષુ નિષ્કામો યશ્ચરેદ્ બાલવન્ મુનિઃ ।
ન લેપસ્તસ્ય શુદ્ધસ્ય ક્રિયમાણેઽપિ કર્મણિ ॥ ૧૮-૬૪ ॥

જે મુનિ સર્વ આરંભોમાં (ક્રિયાઓમાં) બાળકની જેમ
નિષ્કામપણે વર્તે છે, તે શુદ્ધ (મુનિ)ને કરાતાં કર્મોમાં પણ લેપ
થતો નથી. ૬૪

સ એવ ધન્ય આત્મજ્ઞઃ સર્વભાવેષુ યઃ સમઃ ।
પશ્યન્ શૃણ્વન્ સ્પૃશન્ જિઘ્રન્ન્ અશ્નન્નિસ્તર્ષમાનસઃ ॥ ૧૮-૬૫ ॥

તે જ આત્મજ્ઞાની ધન્ય છે કે જે સર્વ ભૂતોમાં સમાન
છે અને જે જોતો સાંભળતો સ્પર્શતો સૂંઘતો અને ખાતો છતાં
તૃષ્ણારહિત મનવાળો છે. ૬૫

ક્વ સંસારઃ ક્વ ચાભાસઃ ક્વ સાધ્યં ક્વ ચ સાધનમ્ ।
આકાશસ્યેવ ધીરસ્ય નિર્વિકલ્પસ્ય સર્વદા ॥ ૧૮-૬૬ ॥

હમેશ આકાશની જેમ સંકલ્પરહિત ધીર પુરુષને સંસાર
અને આભાસ કયાં, સાધ્ય કયાં અને સાધન કયાં? ૬૬

સ જયત્યર્થસંન્યાસી પૂર્ણસ્વરસવિગ્રહઃ ।
અકૃત્રિમોઽનવચ્છિન્ને સમાધિર્યસ્ય વર્તતે ॥ ૧૮-૬૭ ॥

તે કર્મફળનો ત્યાગ કરવાવાળો અને પૂર્ણ આનંદસ્વરૂપ-
મય (મહાત્મા) જય પામે છે કે જેની અવચ્છેદરહિત બહ્મમાં
અકૃત્રિમ સહજ સમાધિ હોય છે. ૬૭

બહુનાત્ર કિમુક્તેન જ્ઞાતતત્ત્વો મહાશયઃ ।
ભોગમોક્ષનિરાકાઙ્ક્ષી સદા સર્વત્ર નીરસઃ ॥ ૧૮-૬૮ ॥

અહીં વધુ કહીને શો ફાયદો? જેણે તત્વને જાણ્યું છે
તેવો મહાત્મા ભોગ અને મોક્ષ બંને પ્રત્યે નિસ્પૃહ અને હમેશ
બધે રસહીન હોય છે. ૬૮

મહદાદિ જગદ્દ્વૈતં નામમાત્રવિજૃમ્ભિતમ્ ।
વિહાય શુદ્ધબોધસ્ય કિં કૃત્યમવશિષ્યતે ॥ ૧૮-૬૯ ॥

મહત્તત્વથી શરૂ થયેલું આ જગત દ્વૈત નામ માત્રથી જ
થયું છે, (તેની કલ્પના) છોડયા પછી શુદ્ધ જ્ઞાનરૂપ
બનેલા મનુષ્યનું શું કર્મ બાકી રહે છે? ૬૯

ભ્રમભૂતમિદં સર્વં કિંચિન્નાસ્તીતિ નિશ્ચયી ।
અલક્ષ્યસ્ફુરણઃ શુદ્ધઃ સ્વભાવેનૈવ શામ્યતિ ॥ ૧૮-૭૦ ॥

આ બધું (જગત) ભ્રમરૂપ હોઈ કાંઈ જ નથી એવા
નિશ્ચયવાળો અને અલક્ષ્ય (બ્રહ્મ)નુ જેને સ્ફુરણ થયું છે તેવો
શુદ્ધ પુરુષ સ્વભાવ વડે જ શાંત બની જાય છે. ૭૦

શુદ્ધસ્ફુરણરૂપસ્ય દૃશ્યભાવમપશ્યતઃ ।
ક્વ વિધિઃ ક્વ ચ વૈરાગ્યં ક્વ ત્યાગઃ ક્વ શમોઽપિ વા ॥ ૧૮-૭૧ ॥

શુદ્ધ (આત્મ-) સ્ફુરણરૂપ અને દૃશ્યભાવને ન જોનારને
વિધિ શી અને વૈરાગ્ય શો; ત્યાગ શો અને શમ શો? ૭૧

સ્ફુરતોઽનન્તરૂપેણ પ્રકૃતિં ચ ન પશ્યતઃ ।
ક્વ બન્ધઃ ક્વ ચ વા મોક્ષઃ ક્વ હર્ષઃ ક્વ વિષાદિતા ॥ ૧૮-૭૨ ॥

અનન્તરૂપે સ્ફુરતા અને પ્રકૃતિને ન જોતા યોગીને
બંધ શો અને મોક્ષ શો, હર્ષ શો અને વિષાદ શો? ૭૨

બુદ્ધિપર્યન્તસંસારે માયામાત્રં વિવર્તતે ।
નિર્મમો નિરહંકારો નિષ્કામઃ શોભતે બુધઃ ॥ ૧૮-૭૩ ॥

બુદ્ધિ પર્યન્ત સંસારમાં માયા માત્ર જ ભાસે છે. મમતા-
રહિત અહંકારહિત અને નિષ્કામ જ્ઞાની શોભે છે. ૭૩

અક્ષયં ગતસન્તાપમાત્માનં પશ્યતો મુનેઃ ।
ક્વ વિદ્યા ચ ક્વ વા વિશ્વં ક્વ દેહોઽહં મમેતિ વા ॥ ૧૮-૭૪ ॥

આત્માને અવિનાશી અને સંતાપરહિત જોનારા મુનિને
વિદ્યા શી આને વિશ્વ શું ? દેહ શો અથવા અહંતા-મમતા શી ? ૭૪

નિરોધાદીનિ કર્માણિ જહાતિ જડધીર્યદિ ।
મનોરથાન્ પ્રલાપાંશ્ચ કર્તુમાપ્નોત્યતત્ક્ષણાત્ ॥ ૧૮-૭૫ ॥

જો જડબુદ્ધિવાળો નિરોધ ઈત્યાદિ કર્મોને છોડી દે છે તો
તે ક્ષણથી જ મનોરથો અને પ્રલાપ કરવાનો આરંભ કરે છે ૭૫

મન્દઃ શ્રુત્વાપિ તદ્વસ્તુ ન જહાતિ વિમૂઢતામ્ ।
નિર્વિકલ્પો બહિર્યત્નાદન્તર્વિષયલાલસઃ ॥ ૧૮-૭૬ ॥

મૂઢ એ (પરમ) વસ્તુને સાંભળીને પણ મૂઢતા છોડતો
નથી; (પરંતુ) બહારથી પ્રયત્ને કરી નિર્વિકલ્પ બનેલો હોવા
છતાં અંદર વિષયવાસનાવાળો રહે છે. ૭૬

જ્ઞાનાદ્ ગલિતકર્મા યો લોકદૃષ્ટ્યાપિ કર્મકૃત્ ।
નાપ્નોત્યવસરં કર્ત્રું વક્તુમેવ ન કિંચન ॥ ૧૮-૭૭ ॥

જે જ્ઞાન વડે ક્ષીણ બનેલા કર્મવાળો છે અને માત્ર લોક-
દૃષ્ટિથી કર્મ કરનારો લાગે છે, તેને કાંઈ પણ કરવાનો કે બોલવાનો
અવસર જ પ્રાપ્ત થતો નથી. ૭૭

ક્વ તમઃ ક્વ પ્રકાશો વા હાનં ક્વ ચ ન કિંચન ।
નિર્વિકારસ્ય ધીરસ્ય નિરાતંકસ્ય સર્વદા ॥ ૧૮-૭૮ ॥

હંમેશ નિર્વિકાર અને નિર્ભય ધીર પુરુષ માટે અંધકાર કયાં
છે અથવા પ્રકાશ કયાં છે, અને હાનિ પણ કયાં છે? કાંઈ જ નથી. ૭૮

ક્વ ધૈર્યં ક્વ વિવેકિત્વં ક્વ નિરાતંકતાપિ વા ।
અનિર્વાચ્યસ્વભાવસ્ય નિઃસ્વભાવસ્ય યોગિનઃ ॥ ૧૮-૭૯ ॥

અનિર્વચનીય સ્વભાવાળા અને નિઃસ્વભાવ યોગીને ધૈર્ય
ક્યાં અને વિવેક ક્યાં અને નિર્ભયતા પણ કયાં ? ૭૯

ન સ્વર્ગો નૈવ નરકો જીવન્મુક્તિર્ન ચૈવ હિ ।
બહુનાત્ર કિમુક્તેન યોગદૃષ્ટ્યા ન કિંચન ॥ ૧૮-૮૦ ॥

સ્વર્ગ પણ નથી અને નરક પણ નથી; તેમ જ જીવન્મુક્તિ પણ
નહિ. અહીં વધુ કહીને શું કામ? યોગદૃષ્ટિથી તો કશું જ નથી.

નૈવ પ્રાર્થયતે લાભં નાલાભેનાનુશોચતિ ।
ધીરસ્ય શીતલં ચિત્તમમૃતેનૈવ પૂરિતમ્ ॥ ૧૮-૮૧ ॥

ધીર પુરુષનું અમૃત વડે પૂર્ણ અને શીતળ ચિત્ત લાભની
ઈચ્છા રાખતું નથી, તેમ જ હાનિથી શોકાતુર પણ થતું નથી. ૮૧

ન શાન્તં સ્તૌતિ નિષ્કામો ન દુષ્ટમપિ નિન્દતિ ।
સમદુઃખસુખસ્તૃપ્તઃ કિંચિત્ કૃત્યં ન પશ્યતિ ॥ ૧૮-૮૨ ॥

સુખ અને દુઃખમાં સમાન, સંતોષી અને નિષ્કામ પુરુષ
શાંત (જ્ઞાની)ને વખાણતો નથી; તેમ જ દુષ્ટની નિદા પણ
કરતો નથી અને કાંઈ કર્તવ્ય પણ જોતો નથી. ૮૨

ધીરો ન દ્વેષ્ટિ સંસારમાત્માનં ન દિદૃક્ષતિ ।
હર્ષામર્ષવિનિર્મુક્તો ન મૃતો ન ચ જીવતિ ॥ ૧૮-૮૩ ॥

ધીર પુરુ સંસારનો દ્વેષ કરતો નથી; તેમ જ આત્માને
જોવાની ઈચ્છા પણ રાખતો નથી. (પરંતુ) હર્ષ અને દોષથી
રહિત હોઈને તે મરેલો નથી અને જીવતો પણ નથી. ૮૩

નિઃસ્નેહઃ પુત્રદારાદૌ નિષ્કામો વિષયેષુ ચ ।
નિશ્ચિન્તઃ સ્વશરીરેઽપિ નિરાશઃ શોભતે બુધઃ ॥ ૧૮-૮૪ ॥

પુત્ર, સ્ત્રી આદિમાં સ્નેહરહિત, વિષયો પ્રત્યે નિષ્કામ અને
પોતાના. શરીર પ્રત્યે પણ નિશ્ચિંત અને નિરાશ જ્ઞાની શોભે છે. ૮૪

તુષ્ટિઃ સર્વત્ર ધીરસ્ય યથાપતિતવર્તિનઃ ।
સ્વચ્છન્દં ચરતો દેશાન્ યત્રસ્તમિતશાયિનઃ ॥ ૧૮-૮૫ ॥

યથાપ્રાપ્ત વર્તન કરતા, સ્વેચ્છાનુસાર દેશોમાં વિચરતા અને
જ્યાં (સૂર્ય) આથમે ત્યાં સૂતા ધીર પુરુષને બધેય રાંતોષ છે. ૮૫

પતતૂદેતુ વા દેહો નાસ્ય ચિન્તા મહાત્મનઃ ।
સ્વભાવભૂમિવિશ્રાન્તિવિસ્મૃતાશેષસંસૃતેઃ ॥ ૧૮-૮૬ ॥

પોતાના સ્વભાવરૂપી સ્થાનમાં વિશ્રાંતિ લેવાને લીધે જેને
સમસ્ત સંસાર ભુલાઈ ગયો છે, । એવા મહાત્માને દેહ પડો કે
પ્રાપ્ત થાઓ તેની ચિંતા હોતી નથી. ૮૬

અકિંચનઃ કામચારો નિર્દ્વન્દ્વશ્છિન્નસંશયઃ ।
અસક્તઃ સર્વભાવેષુ કેવલો રમતે બુધઃ ॥ ૧૮-૮૭ ॥

જેની પાસે કશું પણ નથી, જે ઈચ્છાનુસાર વિચરે છે, જે
નિર્દ્વન્દ્વ છે, જેના સંશય નાશ પામ્યા છે, જે સર્વભાવોમાં અસક્ત
છે અને જે કેવળ છે એવો જ્ઞાની રમણ કરે છે. ૮૭

નિર્મમઃ શોભતે ધીરઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ ।
સુભિન્નહૃદયગ્રન્થિર્વિનિર્ધૂતરજસ્તમઃ ॥ ૧૮-૮૮ ॥

મમત્વરહિત, માટીનાં ઢેફાં, પથ્થર અને સોનાને સમ ગણનાર,
હૃદયની ગાંઠો જેની સદંતર તૂટી ગઈ છે તેવો અને જેણે રજોગુણ
અને તમોગુણને તદ્દન દૂર કર્યા છે તેવો ધીર પુરુષ શોભે છે. ૮૮

સર્વત્રાનવધાનસ્ય ન કિંચિદ્ વાસના હૃદિ ।
મુક્તાત્મનો વિતૃપ્તસ્ય તુલના કેન જાયતે ॥ ૧૮-૮૯ ॥

સર્વત્ર અનાસક્ત રહેનારના હૃદયમાં કશી જ વાસના હોતી
નથી. મુક્તાત્મા અને સંતુષ્ટ મનુષ્યની તુલના કોનો સાથે થાય? ૮૯

જાનન્નપિ ન જાનાતિ પશ્યન્નપિ ન પશ્યતિ ।
બ્રુવન્ન્ અપિ ન ચ બ્રૂતે કોઽન્યો નિર્વાસનાદૃતે ॥ ૧૮-૯૦ ॥

વાસનારહિત પુરૂષ સિવાય બીજો કોણ જાણતો હોવા
છતાં જાણતો નથી; જોતો હોવા છતાં જોતો નથી અને બોલતો
હોવા છતાં બોલતો નથી ? ૯૦

ભિક્ષુર્વા ભૂપતિર્વાપિ યો નિષ્કામઃ સ શોભતે ।
ભાવેષુ ગલિતા યસ્ય શોભનાશોભના મતિઃ ॥ ૧૮-૯૧ ॥

વસ્તુઓમાંથી જેની સારી નરસી ભાવના દૂર થઈ છે અને
જે નિષ્કામ છે, તે ભિખારી હોય કે રાજા હોય તોપણ શોભે છે. ૯૧

ક્વ સ્વાચ્છન્દ્યં ક્વ સંકોચઃ ક્વ વા તત્ત્વવિનિશ્ચયઃ ।
નિર્વ્યાજાર્જવભૂતસ્ય ચરિતાર્થસ્ય યોગિનઃ ॥ ૧૮-૯૨ ॥

નિષ્કપટ, સરળ અને કૃતાર્થ યોગીને સ્વચ્છંદતા ક્યાં
અથવા સંકોચ કયાં અથવા તત્ત્વનો નિશ્ચય પણ ક્યાં ? ૯૨

આત્મવિશ્રાન્તિતૃપ્તેન નિરાશેન ગતાર્તિના ।
અન્તર્યદનુભૂયેત તત્ કથં કસ્ય કથ્યતે ॥ ૧૮-૯૩ ॥

આત્મામાં વિશ્રાંતિ થવાથી સંતુષ્ટ બનેલા, નિઃસ્પૃહ અને
દુઃખરહિત પુરુષ વડે જે અંદર અનુભવાતું હોય તે કેવી રીતે
કોને કહી શકાય? ૯૩

સુપ્તોઽપિ ન સુષુપ્તૌ ચ સ્વપ્નેઽપિ શયિતો ન ચ ।
જાગરેઽપિ ન જાગર્તિ ધીરસ્તૃપ્તઃ પદે પદે ॥ ૧૮-૯૪ ॥

ધીર પુરુષ સૂતો છતાં સુષુપ્તિમાં નથી, સ્વપ્નમાં છતાં
સૂતેલો નથી, જાગતો છતાં જાગૃતિમાં નથી, (પરંતુ). દરેક ક્ષણે
સંતષ્ટ રહે છે. ૯૪

જ્ઞઃ સચિન્તોઽપિ નિશ્ચિન્તઃ સેન્દ્રિયોઽપિ નિરિન્દ્રિયઃ ।
સુબુદ્ધિરપિ નિર્બુદ્ધિઃ સાહંકારોઽનહઙ્કૃતિઃ ॥ ૧૮-૯૫ ॥

જ્ઞાની ચિતા સહિત છતાં ચિતારહિત છે. ઇન્દ્રિયોથી યુક્ત
છતાં ઇન્દ્રિયરહિત છે, બુદ્ધિથી યુકત છતાં બુદ્ધિરહિત છે, અહંકાર
સહિત છતાં અહંકારરહિત છે. ૯પ

ન સુખી ન ચ વા દુઃખી ન વિરક્તો ન સંગવાન્ ।
ન મુમુક્ષુર્ન વા મુક્તા ન કિંચિન્ન્ન ચ કિંચન ॥ ૧૮-૯૬ ॥

જ્ઞાની સુખી નથી તેમ દુઃખી પણ નથી, વિરકત નથી
તેમ આસક્ત નથી, મુમુક્ષુ નથી તેમ મુક્ત પણ નથી, કંઈ જ
નથી તેમ જ કાંઈ નથી. ૯૬

વિક્ષેપેઽપિ ન વિક્ષિપ્તઃ સમાધૌ ન સમાધિમાન્ ।
જાડ્યેઽપિ ન જડો ધન્યઃ પાણ્ડિત્યેઽપિ ન પણ્ડિતઃ ॥ ૧૮-૯૭ ॥

ધન્ય પુરુષ વિક્ષેપમાં પણ વિક્ષિપ્ત નથી, સમાધિમાં પણ
સમાધિવાળો નથી, મૂઢતામાં પણ મૂઢ નથી. અને પંડિતાઈમાં
પણ પંડિત નથી. ૯૭

મુક્તો યથાસ્થિતિસ્વસ્થઃ કૃતકર્તવ્યનિર્વૃતઃ ।
સમઃ સર્વત્ર વૈતૃષ્ણ્યાન્ન સ્મરત્યકૃતં કૃતમ્ ॥ ૧૮-૯૮ ॥

મુક્ત પુરુષ જેવી હોય તેવી સ્થિતિમાં શાંત છે અને
કૃતકૃત્ય હોઈ સુખી છે; તેમ જ સર્વત્ર સમ હોઈ તૃષ્ણારહિત
પણા ને લીધે કરેલું કે ન કરેલું સંભારતો નથી. ૯૮

ન પ્રીયતે વન્દ્યમાનો નિન્દ્યમાનો ન કુપ્યતિ ।
નૈવોદ્વિજતિ મરણે જીવને નાભિનન્દતિ ॥ ૧૮-૯૯ ॥

જ્ઞાની કોઈથી વંદિત થતાં ખુશ થતો નથી; તેમ જ નિંદિત
થતાં ચિડાતો નથી. મરણથી ઉદ્વેગ પામતો નથી, તેમ જ જીવનથી
હર્ષ પામતો નથી. ૯૯

ન ધાવતિ જનાકીર્ણં નારણ્યં ઉપશાન્તધીઃ ।
યથાતથા યત્રતત્ર સમ એવાવતિષ્ઠતે ॥ ૧૮-૧૦૦ ॥

શાંત બુદ્ધિવાળો લોકોથી વ્યાપ્ત દેશમાં પણ જતો નથી;
તેમ જ જંગલમાં પણ ભાગતો નથી. જે હોય તે સ્થિતિમાં અને
જ્યાં હોય ત્યાં તે સમભાવથી રહે છે. ૧૦૦

પ્રકરણ ૧૯ – આત્મવિશ્રાન્તિપ્રકરણ

જનક ઉવાચ ॥
તત્ત્વવિજ્ઞાનસન્દંશમાદાય હૃદયોદરાત્ ।
નાવિધપરામર્શશલ્યોદ્ધારઃ કૃતો મયા ॥ ૧૯-૧ ॥

જનકે કહ્યું : તત્ત્વજ્ઞાનરૂપી માણસો લઈને હદયના અંદરના
ભાગમાંથી અનેક પ્રકારના સ્પર્શરૂપી કાંટાઓ મારા વડે ખેંચી
કઢાયા છે. ૧

ક્વ ધર્મઃ ક્વ ચ વા કામઃ ક્વ ચાર્થઃ ક્વ વિવેકિતા ।
ક્વ દ્વૈતં ક્વ ચ વાઽદ્વૈતં સ્વમહિમ્નિ સ્થિતસ્ય મે ॥ ૧૯-૨ ॥

પોતાના મહિમામાં સ્થિત બનેલા મારા માટે ધર્મ
કયાં, કામ કયાં, અર્થ કયાં, વિવેક કયાં, દ્વૈત કયાં અને અદ્વૈત
પણ કયાં? ર

ક્વ ભૂતં ક્વ ભવિષ્યદ્ વા વર્તમાનમપિ ક્વ વા ।
ક્વ દેશઃ ક્વ ચ વા નિત્યં સ્વમહિમ્નિ સ્થિતસ્ય મે ॥ ૧૯-૩ ॥

પોતાના મહિમામાં સ્થિત બનેલા મારે માટે ભૂતકાળ કયાં
છે અને ભવિષ્ય કયાં છે અને વર્તમાન પણ કયાં છે, તેમ જ
દેશ પણ ક્યાં છે? તેમ જ (આ બધી દેશકાલાત્મક અનિત્યતાથી
ભિન્ન) નિત્યતા પણ ક્યાં છે? ૩

ક્વ ચાત્મા ક્વ ચ વાનાત્મા ક્વ શુભં ક્વાશુભં યથા ।
ક્વ ચિન્તા ક્વ ચ વાચિન્તા સ્વમહિમ્નિ સ્થિતસ્ય મે ॥ ૧૯-૪ ॥

પોતાના મહિમામાં સ્થિત બનેલા મારે માટે આત્મા કયાં
અને અનાત્મા કયાં, શુભ કયાં અને અશુભ કયાં, ચિન્તા કયાં
અને ચિન્તારહિતપણું કયાં? ૪

ક્વ સ્વપ્નઃ ક્વ સુષુપ્તિર્વા ક્વ ચ જાગરણં તથા ।
ક્વ તુરીયં ભયં વાપિ સ્વમહિમ્નિ સ્થિતસ્ય મે ॥ ૧૯-૫ ॥

પોતાના મહિમામાં સ્થિત બનેલા મારે માટે સ્વપ્ન ક્યાં
અથવા સુષુપ્તિ કયાં અને વળી જાગ્રત અવસ્થા પણ ક્યાં, તેમજ
તુરીય અવસ્થા પણ કયાં અને ભય પણ કયાં? પ

ક્વ દૂરં ક્વ સમીપં વા બાહ્યં ક્વાભ્યન્તરં ક્વ વા ।
ક્વ સ્થૂલં ક્વ ચ વા સૂક્ષ્મં સ્વમહિમ્નિ સ્થિતસ્ય મે ॥ ૧૯-૬ ॥

પોતાના મહિમામાં સ્થિત બનેલા મારે માટે દૂર શું
અને નજીક શું, બાહ્ય શું અને અંદરનું શું, સ્થૂળ શું અથવા
સૂક્ષ્મ શું ? ૬

ક્વ મૃત્યુર્જીવિતં વા ક્વ લોકાઃ ક્વાસ્ય ક્વ લૌકિકમ્ ।
ક્વ લયઃ ક્વ સમાધિર્વા સ્વમહિમ્નિ સ્થિતસ્ય મે ॥ ૧૯-૭ ॥

પોતાના મહિમામાં સ્થિત બનેલા મારે માટે મૃત્યુ કેવું
અને જીવન કેવું., લોકો કેવા અને લૌકિક (વ્યવહાર) કેવો, લય
કેવો અથવા સમાધિ કેવી? ૭

અલં ત્રિવર્ગકથયા યોગસ્ય કથયાપ્યલમ્ ।
અલં વિજ્ઞાનકથયા વિશ્રાન્તસ્ય મમાત્મનિ ॥ ૧૯-૮ ॥

હું આત્મામાં વિશ્રાંત પામેલો હોઈ (ધર્માર્થકામરૂપ)
ત્રિવર્ગની વાત બસ થઈ અને યોગની વાત પણ બસ થઈ તેમ
જ વિજ્ઞાનની વાત પણ બસ થઈ. ૮

પ્રકરણ ૨૦ – જીવન્મુક્તિપ્રકરણ

જનક ઉવાચ ॥
ક્વ ભૂતાનિ ક્વ દેહો વા ક્વેન્દ્રિયાણિ ક્વ વા મનઃ ।
ક્વ શૂન્યં ક્વ ચ નૈરાશ્યં મત્સ્વરૂપે નિરંજને ॥ ૨૦-૧ ॥

જનકે કહ્યું : મારું સ્વરૂપ નિરંજન (નિર્મળ) હોઈ
(પંચમહા-) ભૂતો કયાં અને દેહ કયાં, ઇંદ્રિયો કયાં અને
કયાં, શૂન્ય કશાં અને નિરાશા કયાં? ૧

ક્વ શાસ્ત્રં ક્વાત્મવિજ્ઞાનં ક્વ વા નિર્વિષયં મનઃ ।
ક્વ તૃપ્તિઃ ક્વ વિતૃષ્ણાત્વં ગતદ્વન્દ્વસ્ય મે સદા ॥ ૨૦-૨ ॥

હમેશ દ્વન્દ્વરહિત એવા મારે માટે શાસ્ત્ર કેવું, આત્મજ્ઞાન
કેવું અથવા વિષયરહિત મન કેવું, તૃપ્તિ કેવી અથવા તૃષ્ણા-
રહિતપણું કેવું ? ર

ક્વ વિદ્યા ક્વ ચ વાવિદ્યા ક્વાહં ક્વેદં મમ ક્વ વા ।
ક્વ બન્ધ ક્વ ચ વા મોક્ષઃ સ્વરૂપસ્ય ક્વ રૂપિતા ॥ ૨૦-૩ ॥

વિદ્યા કેવી અને અવિદ્યા કેવી “હું” કેવો અને આ કેવું
અને મારું કેવું, બન્ધ કેવો અને મોક્ષ કેવો (તેમ જ) સ્વરૂપ-
પણું પણ કેવું? ૩

ક્વ પ્રારબ્ધાનિ કર્માણિ જીવન્મુક્તિરપિ ક્વ વા ।
ક્વ તદ્ વિદેહકૈવલ્યં નિર્વિશેષસ્ય સર્વદા ॥ ૨૦-૪ ॥

હમેશ વિશેષરહિત,(સમભાવવાળા)ને પ્રારબ્ધ કર્મો ક્યાં
અથવા જીવન્મુક્તિ પણ કયાં (અને) વિદેહમુક્તિ પણ કયાં? ૪

ક્વ કર્તા ક્વ ચ વા ભોક્તા નિષ્ક્રિયં સ્ફુરણં ક્વ વા ।
ક્વાપરોક્ષં ફલં વા ક્વ નિઃસ્વભાવસ્ય મે સદા ॥ ૨૦-૫ ॥

હમેશ સ્વભાવરહિત બનેલા મારે માટે કર્તા કેવો અને
વળી ભોકતા કેવો, તેમ જ નિષ્ક્રિયતા અથવા સ્ફુરણ પણ કેવું
અને પ્રત્યક્ષ ફળ પણ કેવું? પ

ક્વ લોકં ક્વ મુમુક્ષુર્વા ક્વ યોગી જ્ઞાનવાન્ ક્વ વા ।
ક્વ બદ્ધઃ ક્વ ચ વા મુક્તઃ સ્વસ્વરૂપેઽહમદ્વયે ॥ ૨૦-૬ ॥

’અહં’ રૂપ (મારારૂપ) અદ્વય સ્વસ્વરૂપમાં લોક કયાંથી
અને મુમુક્ષુ કયાં, યોગી કયાં અને જ્ઞાની કયાં, બંધાયેલો
ક્યાં અને મુકત કયાં? ૬

ક્વ સૃષ્ટિઃ ક્વ ચ સંહારઃ ક્વ સાધ્યં ક્વ ચ સાધનમ્ ।
ક્વ સાધકઃ ક્વ સિદ્ધિર્વા સ્વસ્વરૂપેઽહમદ્વયે ॥ ૨૦-૭ ॥

’અહં’ (મારા) રૂપ અદ્વય સ્વસ્વરૂપમાં સૃષ્ટિ કેવી અને
સંહાર કેવો, સાધ્ય કેવું અને સાધન કેવું. સાધક કેવો અને સિદ્ધિ
કેવી ? ૭

ક્વ પ્રમાતા પ્રમાણં વા ક્વ પ્રમેયં ક્વ ચ પ્રમા ।
ક્વ કિંચિત્ ક્વ ન કિંચિદ્ વા સર્વદા વિમલસ્ય મે ॥ ૨૦-૮ ॥

હમેશ નિર્મલ એવા મારે માટે પ્રમાતા કેવો અથવા
પ્રમાણ કેવું, પ્રમેય કેવું અને પ્રમા કેવી, કશું પણ કેવું અને
કશું નહિ પણ કેવું ? ૮

ક્વ વિક્ષેપઃ ક્વ ચૈકાગ્ર્યં ક્વ નિર્બોધઃ ક્વ મૂઢતા ।
ક્વ હર્ષઃ ક્વ વિષાદો વા સર્વદા નિષ્ક્રિયસ્ય મે ॥ ૨૦-૯ ॥

હમેશ નિષ્ક્રિય એવા મારે માટે વિક્ષેપ કેવો અને એકાગ્રતા
કેવી, જ્ઞાન કેવું (અને) મુક્તિ કેવી, હર્ષ કેવો અથવા શોક
કેવો ? ૯

ક્વ ચૈષ વ્યવહારો વા ક્વ ચ સા પરમાર્થતા ।
ક્વ સુખં ક્વ ચ વા દુખં નિર્વિમર્શસ્ય મે સદા ॥ ૨૦-૧૦ ॥

હમેશ વિચારરહિત એવા મારે માટે આ વ્યવહાર કેવો
અને એ પરમાર્થતા કેવી, સુખ કેવું અને દુઃખ કેવું? ૧૦

ક્વ માયા ક્વ ચ સંસારઃ ક્વ પ્રીતિર્વિરતિઃ ક્વ વા ।
ક્વ જીવઃ ક્વ ચ તદ્બ્રહ્મ સર્વદા વિમલસ્ય મે ॥ ૨૦-૧૧ ॥

હમેશ નિર્મલ એવા મારે માટે માયા કયાં અને સંસાર
ક્યાં, પ્રીતિ કયાં અને અપ્રીતિ કયાં, જીવ કયાં અને એ બ્રહ્મ
ક્યાં? ૧૧

ક્વ પ્રવૃત્તિર્નિર્વૃત્તિર્વા ક્વ મુક્તિઃ ક્વ ચ બન્ધનમ્ ।
કૂટસ્થનિર્વિભાગસ્ય સ્વસ્થસ્ય મમ સર્વદા ॥ ૨૦-૧૨ ॥

હમેશ પર્વતની જેમ અચલ, વિભાગરહિત અને સ્વસ્થ
એવા મારે માટે પ્રવૃત્તિ શી અથવા નિવૃત્તિ શી, મુક્તિ શી અને
બંધન શું ? ૧૨

ક્વોપદેશઃ ક્વ વા શાસ્ત્રં ક્વ શિષ્યઃ ક્વ ચ વા ગુરુઃ ।
ક્વ ચાસ્તિ પુરુષાર્થો વા નિરુપાધેઃ શિવસ્ય મે ॥ ૨૦-૧૩ ॥

ઉપાધિરહિત અને કલ્યાણરૂપ એવા મારે માટે ઉપદેશ
કયાં અને શાસ્ત્ર કયાં, શિષ્ય કયાં અને ગુરુ કયાં, અને વળી
પુરષાર્થ મોક્ષ પણ કયાં છે? ૧૩

ક્વ ચાસ્તિ ક્વ ચ વા નાસ્તિ ક્વાસ્તિ ચૈકં ક્વ ચ દ્વયમ્ ।
બહુનાત્ર કિમુક્તેન કિંચિન્નોત્તિષ્ઠતે મમ ॥ ૨૦-૧૪ ॥

છે પણ કેવું અને નથી પણ કેવું? એકત્વ પણ ક્યાં છે
અને દ્વૈત પણ કયાં છે? અહીં વધુ કહીને શું? મારે માટે તો કાંઈ
પણ છે જ નહિ. ૧૪

પ્રકરણ ૨૧ – સઙ્ખ્યાક્રમવિજ્ઞાનપ્રકરણ

Also Read:

Ashtavakra Gita Gujarati Translation in Hindi | English | Bengali | Gujarati | Kannada | Malayalam | Oriya | Telugu | Tamil

Ashtavakra Gita Gujarati Translation Lyrics in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top